ખંઢેરામાં વિજ થાંભલામાં ગળે ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

January 11, 2019 at 12:44 pm


કાલાવડના ખંઢેરા ગામ પાસે વિજ થાંભલામાં ગળાફાંસો ખાઇને એક યુવાને આયખુ ટુંકાવી લેતા પોલીસમાં જાહેર થયેલી વિગતોના આધારે આ બનાવની તપાસ ચલાવવામાં આવી રહી છે. મોટા મૌવા ખાતે રહેતા ઉમેશ મોહનભાઇ ખાડેખા (ઉ.વ.47) નામનો કુંભાર યુવાન રણુંજા બીજ ભરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ખંઢેરા ગામમાં દરગાહ પાસેના ઇલેકટ્રીક થાંભલા ઉપર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે મોટા મૌવામાં રહેતી કાંતાબેન ઉમેશભાઇ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવી હતી. કયા કારણસર પગલુ ભર્યુ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.

નંદાણામાં બિમારીથી કંટાળી યુવતિએ અગનપછેડી આેઢી

કલ્યાણપુરના નંદાણા ગામમાં માનસિક બિમારીથી કંટાળીને એક યુવતિએ અગનપછેડી આેઢી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. કલ્યાણપુરના નંદાણા ગામે રહેતા શાંતીબેન મોહનભાઇ નકુમ (ઉ.વ.30) છેલ્લા નવેક વર્ષથી માનસિક બિમાર હોય દવા ચાલુ હોય જેનાથી કંટાળી જઇ પોતાના હાથે સળગી જઇ મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ધ્રાેલના વૃધ્ધનું હાર્ટએટેકથી મૃત્યુ

ધ્રાેલના વિજાનંદ સોસાયટીમાં રહેતા લક્ષમણ રેવાભાઇ ગોધાણી (ઉ.વ.70) નામના વૃધ્ધને હાર્ટનો હુમલો આવી જતા મૃત્યુ નિપજયુ હતું આ બનાવની જાણ કેશીયા ગામમાં રહેતા વિજય મનજીભાઇ ગોધાણી દ્વારા પોલીસમાં કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL