ખંઢેરી સ્ટેડિયમમાં ચેતાશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાની સટાસટી

January 7, 2017 at 4:26 pm


ખંઢેરી સ્ટેડિયમમાં ઈન્ટર ડિસ્ટિ્રકટ ટી–૨૦ ટૂર્નામેન્ટના સેમિફાઈનલ મેચમાં આજે ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજા પૂરબહારમાં ખીલ્યા હતાં અને જોરદાર સટાસટી બોલાવી હતી. રાજકોટ અને જામનગર વચ્ચે રમાયેલા આ મેચમાં જામનગરનો ૧૦ રને વિજય થયો હતો. આ મેચમાં ચેતેશ્વર અને રવિન્દ્ર બન્નેએ ૭૪–૭૪ રન ફટકાર્યા હતાં.
આ મેચમાં ટોસ જીતી જામનગરે પ્રથમ બેટિંગ પસદં કરી હતી અને ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૬૮ રન બનાવ્યા હતાં. આ રનના જુમલામાં રવિન્દ્ર જાડેજાના ૭૪ રન મુખ્ય હતાં જેમાં ૪૮ બોલમાં ૪ છગ્ગા અને ૨ ચોગ્ગાનો સમાવેશ થાય છે. રવિન્દ્ર ઉપરાંત વિહાર જાડેજાએ પણ ૫૪ રન બનાવ્યા હતાં. રાજકોટ વતી કિશન કુગશીયાએ ૩ વિકેટ ઝડપી હતી.
૧૬૯ રનના લયાંકનો પીછો કરવા ઉતરેલી રાજકોટની ટીમ ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૫૮ રન જ બનાવી શકતાં તેનો ૧૦ રને પરાજય થયો હતો. રાજકોટ વતી ચેતેશ્ર્વર પુજારાએ ૬૦ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૭૪ રન બનાવ્યા હતાં. આ ઉપરાંત જયદેવ શાહે ૩૮ રન ફટકાર્યા હતાં. જામનગર વતી વિશ્ર્વરાજ જાડેજા, ધવલરાજ જાડેજા અને વિહાર જાડેજાએ ૧–૧ વિકેટ ઝડપી હતી.
આ ઉપરાંત રાજકોટ રૂરલ અને રેલવે વચ્ચે રમાયેલા બીજા સેમિફાઈનલ મેચમાં રેલવેએ ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૧૫૮ રન બનાવ્યા હતાં જેમાં સાગર જોગીયાણીએ અણનમ ૭૭ રન બનાવ્યા હતાં યારે પ્રેરક માંકડે ૬૬ રનનું યોગદાન આપ્યું હતું.
૧૫૯ રનના લયાંકનો પીછો કરવા ઉતરેલી રાજકોટ રૂરલ ૧૫૨ રનમાં ઓલઆઉટ થઈ જતાં તેનો ૬ રને પરાજય થયો હતો. રાજકોટ રૂરલ વતી યશ ઠાકરે ૩૫ રન બનાવ્યા હતાં યારે કૃષ્ણકાંત પાઠકે ૨૮ રન બનાવ્યા હતાં. રાજકોટ રૂરલ વતી હાદિર્ક રાઠોડે ૩ અને તેજપાલ ગોહિલે ૨ વિકેટ ઝડપી હતી.આ ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો આવતીકાલે જામનગર અને રેલવે વચ્ચે સવારે ૧૦:૩૦ વાગ્યે ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે

print

Comments

comments

VOTING POLL