ખંભાળિયા-ભાટીયા ખાતે યુથ કાેંગ્રેસની કારોબારી બેઠક મળી

July 12, 2018 at 12:25 pm


આગામી લોકસભાની ચુંટણીને લઈને મુખ્ય રાજકિય પક્ષો દ્વારા તૈયારીઆે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ગત રોજ ખંભાળિયા માકેૅટીંગ યાર્ડ ખાતે પ્રદેશ યુથ કાેંગ્રેસના ઈન્ચાર્જ સેક્રેટરી ગુરૂબેજ ટીદીના અધ્યસ્થ સ્થાને જિલ્લા યુથ કાેંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં યુવા જોડો અભિયાન અંતગૅત બુથ દિઠ પાંચ યુવાનાેને જોડવા તેમજ કાેંગ્ર્ેસ દ્વારા શકિત પ્રાેજેકટ અંગેની માહિતી અને આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષી વિવિધ મુદ્ે માહિતી આપવામાં આવી હતી. કારોબારી બેઠકમાં જિલ્લા યુથ કાેંગ્રેસના પ્રમુખ મુકેશ કરમુર,કો.આેડિૅનેટર જયેશ સાેનગરા,જિલ્લા મહામંત્રી સાવન કરમુર,ખંભાળિયા વિધાનસભા પ્રમુખ રસીક નકુમ સહિત મોટી સંખ્યામાં યુથ કાેંગ્રેસની ટીમ હાજર રહી હતી. ખંભાળિયા બાદ ભાટીયા ખાતે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL