ખંભાળિયા સહિત જિલ્લાની 44 ગ્રામં પચાયતોની ચૂંટણી યોજાઇ

February 5, 2018 at 1:49 pm


દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયાની બે ગ્રામ પંચાયતો ભાણવડની 11 ગ્રામ પંચાયતો, દ્વારકાની 13 ગ્રામ પંચાયતો તથા કલ્યાણપુરની 18 મળીને કુલ 44 ગ્રામ પંચાયતોની સરપંચ તથા સભ્યની ચુંટણી ગઇકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. ખંભાળિયા તાલુકામાં 83.43 ટકા ભાણવડમાં 79.67 ટકા દ્વારકામાં 80 ટકા તથા કલ્યાણપુરમાં 79.19 ટકા મતદાન સાથે જિલ્લામાં કુલ 79.67 ટકા મતદાન થયું હતું, દેવભૂમિ દ્વારકા અધિક કલેકટર હિરેનભાઇ વ્યાસ આ ચૂંટણી કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે રહયાં હતાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 44 ગ્રામ પંચાયતોની ચૂંટણીઆે યોજાયેલ જેનું પરીણામ તા.6-2-18ના રોજ થશે, મતગણતરી ખંભાળિયાની મામતલદાર કચેરીના હોલમાં, દ્વારકાની કોલેજમાં કલ્યાણપુર તથા ભાણવડની સરકારી કોલેજમાં રાખવામાં આવી છે, બપોર સુધીમાં તમામ પરીણામો જાહેર થશે. દેવ ભૂમિ દ્વારકા જિલ્લાની છ પૈકી ત્રણ પાલિકાઆેની ચૂંટણીઆેમાં યોજાયેલ ઉમેદવારી પત્રો ભરવામાં અંતિમ દિવસે શનિવારે ભાણવડ, દ્વારકા તથા સલાયામાં ઘસારો થતાં 295 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

સલાયા ચૂંટણી અધિકારી તરીકે ડી.સી. જોશી, ભાણવડમાંથી દર્શક વિઠલાણી તથા દ્વારકા ડે. કલે. જાડેજા, તેમણે જણાવ્éું હતુ કે, દ્વારકામાં કુલ 28 સદસ્યો માટે 127 ફોર્મ ભરાયા છે, અહી સૌથી વધુ ફોર્મ તથા સૌથી વધુ અપક્ષો લડે છે. ભાણવડમાં લાંબા સમયસુધી એક જ ફોર્મ ભરાયું હતું જે પછી છેલ્લા બે દિવસમરાં કુલ 110 ફોર્મ ભરાતા કુલ 111 ફોર્મ 24 બેઠકો તથા છ વોર્ડમાં ઉમેદવારો લડી રહ્યાં છે, સલાયા વિશિષ્ટ છે, અહી 28 બેઠકો માટે મુખ્ય સ્પર્ધક ભાજ5 અને કાેંગ્રેસના 28128 ઉમેદારો છે જયારે 1 અપક્ષ ઉમેદવાર છે, કુલ 57 ફોર્મ અહી ભરાયા છે, જો અહી કોઇ ઉમેદવાર ફોર્મ ખેંચશે પક્ષનો સામેનો પક્ષ બિનહરીફ થશે, આવતી કાલે ફોર્મ પરત ખેંચાયા પછી સ્પષ્ટ થશે.

print

Comments

comments

VOTING POLL