ખંભાળીયામાં શિવની વરણાંગી નીકળીઃ શિવભક્તો જોડાયા

February 13, 2018 at 1:47 pm


ખંભાળીયામાં આજે શિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા સાથે વરણાગી નીકી હતી. સવારે 9 વાગ્યે ખંભાળીયાની રંગમહેલ વાળા પાસેથી ભગવાન શંકર પાર્વતી અને ગણેશની પ્રતિમા સાથે ભૂદેવોએ એક કલાક સુધી શાંાેક્ત રીતે પૂજન કર્યું હતું, પછી શિવ વરણાગી નીકળી હતી.

110 વર્ષ જુની પરંપરા

ભગવાન શિવની શોભાયાત્રા અન્ય શહેરોમાં ચાલુ થઇ તે પહેલા 110 વર્ષ પહેલાની પરંપરા ખંભાળીયામાં છે, ખંભાળીયાના ખામનાથ મહાદેવના ટ્રસ્ટની 360 કિલો શુધ્ધ ચાંદીની પ્રાચીન ઐતિહાસિક ગણાતી ભવ્é મૂતિર્ જેમાં શિવ પરિવાર આબેહંબ હોય તે શિવની પરિવારની પ્રતિમા સાથે ભૂદેવો પિતાંબર ધારણ કરીને પત્રમાં ચંપલ પણ પહેર્યા વગર આ વરણાગીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.

ખામનાથ મહાદેવના ટ્રસ્ટી હેમતભાઇ ધ્રુવ, રામભાઇ ધુ્રવ, બ્રû અગ્રણીઆે ભાઇલાલ બોડા, હિતેન્દ્રભાઇ આચાર્ય, સુધીરભાઇ પંડéા, જગુભાઇ ખેતિયા, લીલાભાઇ ભોગાયતા, મનુભાઇ તન્ના, દવેભાઇ, હસમુખ બોડા, તુષાર બોડા, દીપુભાઇ બોડા, જયસુખભાઇ ધુ્રવ, નીતિનભાઇ આચાર્ય, નરોત્તમભાઇ સાકરીયા, જોડાયા હતા.

વિદ્વાન શાંીશ્રી ભરતભાઇ શુકલ તથા બ્રû વિદ્વાનો વેદીકેત મંત્રોની પ્રયાસો બોલતા આ શિવ વચગાગીમાં જોડાયા હતા.

શહેરમાં ઠેર ઠેર સ્વાગત

શિવ વરણાગી શોભાયાત્રા ઢોલ નગારા સાથે નીકળી હતી, જેનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત થયું હતું, ભાવિકો દ્વારા ફંલહાર બિલીપત્રથી ભગવાનનું સ્વાગત કરાયું હતું, તથા ઝવેરી બજાર, લુહારશાળ, મુખ્ય બજાર, દરબારગઢ સહિતના અનેક વિસ્તારોમાં આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું તથા ચાંદીના રથ સાથે ભક્તો જોડાયા હતા.

શિવ સંગત ગ્રુપ જોડાયું

ખંભાળીયાના શિવ સંગત ગ્રુપ દ્વારા આ શોભાયાત્રા વરણાગીમાં એક સરખા વંાે તથા ધોની સાથે શિવ વરણાગીમાં શરૂઆતથી છેવટ સુધી જોડાયા હતા તથા હટહટ મહાદેવની ધૂન બોલાવી હતી

print

Comments

comments

VOTING POLL