ખરીદો માત્ર 3,999માં LCD TV, દુનિયાની સૌથી સસ્તું TV ભારતમાં લોન્ચ

December 1, 2018 at 1:51 pm


ટેલીવિઝન વગર કોને ચાલે? આજકાલ LCD TV ની માર્કટમાં બોલબાલા છે, ભારતીય કંપની ડિટેલે દુનિયાનું સૌથી સસ્તુ એલસીડી ટીવી ડિટેલ D1 TV લોન્ચ કરી દીધું છે. નવી દિલ્હના એક ઈવેન્ટ શોમાં એ એલસીડી ટીવીને લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જે ટીવીની કિંમત 3,999 રૂપિયા છે.

આ ટીવીમાં 19 ઈંચનો A+ ગ્રેડ પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે HDMI યૂએસબી પોર્ટ સાથે આવે છે… જયારે અન્ય ટેલીવિઝનની જેમ આ ટીવીને પણ યૂઝર્સ કમ્પ્યૂટર મોનિટર તરીકે ઉપયોગ કરી શકશે.. ડીટેલ કંપનીએ ઈલેક્ટ્રોનિક માર્કેટમાં પગ મૂકતા જ ધમાકો કર્યો છે અને અત્યાર સુધીમાં કુલ 7 એલઈડી ટીવી બનાવી ચૂકી છે….જે 24 ઈંચથી લઈને 65 ઈંચ સુધીની ક્ષંમતા ધરાવે છે.

હવે એલસીડી અને એલઈડી ટીવી જ દરેકના ઘરોમાં જોવા મળે છે ત્યારે આવા ખૂબજ ઓછી કિંમતના ટેલીવિઝનને કારણે ગરીબ લોકો પણ તેનો લાભ લઈ શકે છે. આ ટીવીમાં 19 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવેલ છે, જે 1366×768 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવે છે….આ કંપનીએ ટીવીમાં 12w સ્પીકર આપેલ છે. આ એલસીડી ટીવીને ડીટેલ કંપનીની વેબસાઈટ અને મોબાઈલ એપની મદદથી ખરીદી શકાશે…આ નાનકડું ટીવી સૌના ઘરે ખૂશીઓની મોસમ લાવશે

print

Comments

comments

VOTING POLL