ખાંભાના પીપરિયા ગામે ભરનિંદ્રામાં યુવાન પર સશસ્ત્ર હુમલો

October 7, 2017 at 1:47 pm


ખાંભા ના પીપરિયા ગામે ગત રાત્રી ના પરિવાર સાથે બંધ મકાન માં સુતેલા યુવાન પર કુહાડા ના ઘા મારી માથામાં ગંભીર ઇજા નો બનાવ સામે આવ્યો છે ત્યારે આ યુવાન ને ગંભીર ઇજા પોહચતા પ્રથમ ઉના અને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામા આવ્યો.વધુ સ્થિતિ બગડતા રાજકોટ સારવાર અર્થે ખસેડવા માં આવ્યા છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ખાંભા ના પીપરિયા ગામે રહેતા રમેશભાઈ અરજણભાઈ વાળા ઉ.વ.32 ગત રાત્રી ના પોતાની પત્ની અને બાળકો સાથે બંધ મકાન માં સુતા હતા ત્યારે લગભગ રાત્રી ના 2 વાગ્યા ની આસપાસ કોઈ એ રમેશભાઈ ના માથામાં કુહાડા વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પોહચડી હતી જ્યારે રમેશભાઈ ના માથામાં કુહાડા નો ઘા વાગતા જ લોહીલુહાણ થઈ ગયા હતા અને તાત્કાલિક પરિવાર દ્વારા તેવો ને સારવાર માટે પ્રથમ ઉના બાદ માં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવા માં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવા માં આવ્યો હતો ઘટના ની જાણ થતાંની સાથે ખાંભા પોલીસ દ્વારા પીપરિયા ગામે બનાવ સ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી અને જે હથિયાર કુહાડા નો ઉપયોગ કરવા માં આવ્યો હતો તે હાથ લાગી ગયો હતો અને પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ વેગવંતી બનાવી હતી જ્યારે પ્રાથમિક તપાસ માં કોઈ નજીક નું જ આ બનાવ માં હોવાની શંકા સેવાઇ રહી છે જ્યારે રમેશભાઈ ભાન માં આવે તેની રાહ હાલ ખાંભા પોલીસ જોઈ રહી છે અને આખી ઘટના નો પદર્ફિાશ થશે તેવું પોલીસ સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે..

print

Comments

comments

VOTING POLL