ખાણોટમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા

March 17, 2017 at 8:25 pm


ઢોરોના વાડા બાબતે બબાલ સજાૅઈ હતી ઃ હત્યારાઆે ફરાર

છેવાડાના લખપત તાલુકાના ખાણોટ ગામે યુવાનને તીક્ષણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનવા પામી હતી. આ બનાવમાં હત્યારાઆે સામે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતાે મુજબ તેમજ નારાયણસરોવરના પીએસઆઈ વિક્રમિંસહ રાણાના જણાવ્યા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાના અરસામાં ઈભલા આમદ જત (ઉ.વ.38)ને ફાચાય સાલે જત અને તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ આવીને બાેલાચાલી કરી હતી અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા ઈભલાને ગંભીર પ્રકારની ઈજાઆે પહાેંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ નારાયણસરોવર પાેલીસને કરવામાં આવતા સ્થળ પર ટુકડી દોડી ગઈ હતી. હતભાગીના મૃતદેહને પાેસ્ટમોર્ટમ માટે હોÂસ્પટલમાં લઈ જવાયો હતાે. આ બનાવના પગલે નાસી છુટેલા હત્યારાઆેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસનીસના જણાવ્યા પ્રમાણે ઢોરોના વાડા બાબતે આ મામલો બિચક્યો હતાે. ઢોરોના વાડાનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયો હતાે. તેવું તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે. છેવાડાના નાના એવા ખાણોટ ગામે બનેલી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

print

Comments

comments

VOTING POLL