ખાનગી જમીન પર બામ્બુના વૃક્ષો કાપવા પરનો પ્રતિબંધ હટાવી લેતી સરકાર

September 1, 2018 at 11:05 am


સૌરાષ્ટ્ર વૃક્ષ છદન ધારા હેઠળ બામ્બુ (વાંસ)ના કયસ અને માનવેલ સિવાયની પ્રજાતિના વાંસ કાપવા પર પ્રતિબંધ હતો. પરંતુ ખેડૂતો અને કૃષિ વન નિમર્ણિ હેઠળ વાવેલ અને નજીકના વનમાં કુદરતી રીતે સુલભ ન હોય તેવા વૃક્ષો અને વાંસની પ્રજાતિને સ્થળાંતર પરમીટ અને વૃક્ષ કાપવાના અધિનિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના વન વિભાગ દ્વારા વિધિવત આદેશો કરી દેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ (શિક્ષા કરવી) અધિનિયમ 1951ની કલમ-2ના ખંડ (ગ)થી મળેલી સત્તાની પએ વન અને પયર્વિરણ વિભાગના જાહેરનામાથી વૃક્ષોની પ્રજાતિની યાદીની ત્રણ કક્ષાઓ જાહેર કરવામાં આવી છે.
યાદી-ક વનમાં સુલભ ન હોય તેવી જોડાણ-કમાં વાંસની 86 પ્રજાતિઓ નિયંત્રણ હેઠળ મુકવામાં આવી હતી આ નિયંત્રણમાં અગ્ર મુખ્ય વન સંરક્ષકના સ્થાયી હકમથી કોલસા બનાવવા માટે સ્થળાંતર પરમીટમાંથી વૃક્ષો કાપવાના નિયમન નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવી છે.
યાદી-ખમાં આવતા 22 પ્રજાતિના વૃક્ષોને કાપવા તથા સ્થળાંતર માટે પરવાનગી મેળત્તવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વન સિવાયની ખાનગી જમીન પર વવાતી નિયંત્રણ વૃક્ષોની પ્રજાતિઓમાં સારા, સીસમ, મહડી, ખેર, ચંદન, વડ, પીપળો, અમરું, સીમડો, સાદડ, ખીજડો, કીલાઈ, સેવન, બીઓ, રોહન, ધાવડો, કલમ, હલદુ, હરડે, કડાઓ, રોહિડો અને રામણ.
આ વૃક્ષોના કાપવા અને તેના સ્થળાંતર માટે પરવાનગી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ યાદીમાં સુધારો વધારો કરવાની સત્તા રાજ્યના વન વિભાગના અગ્રસચિવના હાથમાં છે.
આ સુધારામાં વાંસની તમામ પ્રજાતિ જો વન સિવાયની ખાનગી જમીન પર વાવેતર કરવામાં આવ્યું હોય તેના કાપવા અને સ્થળાંતર કરવાના મુદે મુક્તિ આપવામાં આવી છે. આ સુધારો કરતું જાહેરનામું સંયુકત સચિવ બી અને પયર્વિર દર્પણા ધીમ્મરે કર્યું છે.

print

Comments

comments

VOTING POLL