ખાનગી શિક્ષણ સંસ્થાઓ મિનીમમ ૧૫ હજાર ફી વસૂલે એ પણ ગેરકાયદેસર

January 12, 2018 at 1:05 pm


ખાનગી શિક્ષણ સંસ્થાઓ મિનીમમ ૧૫ હજાર ફી વસૂલે એ પણ ગેરકાયદેસર છે તેમ જણાવીને પોરબંદર ઓ.બી.સી. સમર્થન સમિતિએ શિક્ષણમંત્રીને આવેદન પાઠવ્યું હતું.
પોરબંદર ઓ.બી.સી. સમર્થન સમિતિના પ્રમુખ જીવનભાઈ જુંગી, રાજેન્દ્રભાઈ રામાવત સહિતનાઓએ શિક્ષણમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત સરકારે ફી નિર્ધારણ સમિતિમાં વાલીમંડળના પ્રતિનિધિત્વનો જે વિરોધ કર્યેા છે તે બાબતે ઓ.બી.સી. સમિતિ સમર્થન આપે છે. સરકારે શિક્ષણ સંસ્થાઓના ખાનગીકરણનો જે રાહ અપનાવ્યો છે અને ખાનગી શિક્ષણ સંસ્થાઓને રૂા. ૧૫,૦૦૦ મિનીમમ કે તેથી વધુ ફી નો કાયદેસરનો હક્ક આપ્યો તેનો પણ અમો વિરોધ કરીએ છીએ. કારણ કે ખાનગી શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા, સગવડો, તાલીમી શિક્ષકો, ટેટ, ટાટ પાસ શિક્ષકગણ વગેરેની કોઈ તપાસણી–નિરીક્ષણ છે નહીં…ગુણવત્તાના આધારે ફી નિર્ધારણ થયેલ નથી. શહેર ગ્રામ્ય વિસ્તારની હોય કે સીમશેઢા વિસ્તારની ખાનગી શિક્ષણ સંસ્થાઓ હોય તે તમામને સમાન ગણીને જે ફી ધોરણ નક્કી કર્યું છે તેનો પૂર્ણ વિરોધ છે, જે બાબતે સરકારે પુન: વિચારણા કરવી જોઈએ નહીંતર આગામી સમયમાં અમારે સંવિધાનિક આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

print

Comments

comments

VOTING POLL