ખાપટમાં એક વર્ષ પહેલા થયેલા ખૂન કેસમાં ત્રણેય આરોપીઓ નિર્દેાષ

March 13, 2018 at 6:09 pm


પોરબંદરના ખાપટમાં એક વર્ષ પહેલા થયેલા ખૂન કેસમાં ત્રણેય આરોપીઓનો નિર્દેાષ છૂટકારો થયો છે.
પોરબંદર નજીકના પરા જેવા ખાપટ ગામે અંદાજે ૧ વર્ષ પહેલા પુના દુદાભાઈનું ખૂન થયેલું હતું અને તે સંબંધે પોલીસ દ્રારા ભાવેશ મેરૂભાઈ કેશવાલા, જલ્પેશ રવજીભાઈ જાદવ તથા વંદન દિલીપભાઈ કોટેચાની પોલીસ દ્રારા ધરપકડ કરેલી હતી. અને ત્યારબાદ આજ દિવસ સુધી ત્રણેય આરોપીઓ જેલમાં હતા અને કેસની ગંભીરતા ધ્યાને લઈ કોર્ટ દ્રારા જામીન આપેલા ન હતા.
બનાવની વિગત મુજબ તા. ૧૯૧૨૦૧૭ ના રોજ પ્રવિણ ગોવિંદભાઈ સાથે દારૂ લાવવા બાબતે બોલાચાલી થતા અને તેને ગોતવા માટે ત્રણેય આરોપીઓ ખાપટ ગયેલા હોય અને ત્યાં પ્રવિણ ગોવિંદભાઈને ગોતતા હોય તે દરમિયાન ગુજરી જનાર પુના દુદાભાઈ સાથે માથાકૂટ થતા અને બોલાચાલી થતા ત્રણેય આરોપીઓ દ્રારા છરીઓ મારીને પુના દુદાનું ખૂન કરી નાખવા સંબંધે તેમજ તેજાભાઈને પણ છરી મારેલી હોવા સંબંધે તેમજ દેવા તેજાભાઈને પણ મૂઢ ઈજાઓ કરેલ હોવાની ફરિયાદ થતા અને પોલીસ દ્રારા તપાસ કરીને ચાર્જશીટ ફાઈલ કરેલું હતું અને અલગ–અલગ ૩૫ સાહેદોના નિવેદનો લીધા હતા તેમજ પંચનામા પણ કરેલા હતા.

અને તે સંબંધેનો કેસ પોરબંદરના ડિસ્ટ્રીકટ જજ રાજેની કોર્ટમાં ચાલી જતા અને સરકાર તરફે કુલ અલગ–અલગ ૨૦ સાક્ષીઓને તપાસેલ હતા. પરંતુ ફરિયાદી સહિત નજરે જોનાર તમામ સાક્ષીઓએ તેમજ તમામ પંચોએ પોલીસની કાર્યવાહીને મદદ કરેલ નહીં. અને પોલીસ કાર્યવાહીથી વિરૂદ્ધની જુબાની કોર્ટમાં આપતા અને તે રીતે બનેલા બનાવમાં હાલના આરોપીઓ સંડોવાયેલ ન હોવાનું તેમજ ફરિયાદી તેમજ સાહેદો તેને ઓળખતા ન હોવાનો કોર્ટના રેકર્ડમાં જુબાનીમાં જણાવતા અને તે રીતે કોર્ટના રેકર્ડમાં આરોપી વિરૂદ્ધનો કોઈ પુરાવો રજુ ન થતા અને તેથી કોર્ટ દ્રારા ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દેાષ છોડી મૂકવાનો હત્પકમ કરેલ છે અને તે રીતે આરોપીઓનો એક વર્ષ કરતા વધારે સમય બાદ જેલ મુકત થયેલ છે.
આ કામમાં તમામ આરોપીઓ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ દિપકભાઈ લાખાણી, જીતેન સોનીગ્રા, નવઘણ જાડેજા, અનિલ ડી. સુરાણી તથા જયેશ બારોટ રોકાયેલા હતા.

print

Comments

comments

VOTING POLL