ખામટાની વિદ્યાર્થિનીઆેનું રાજ્યકક્ષાની કરાટે કોિમ્પટિશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન

August 29, 2018 at 11:50 am


તાજેતરમાં ગુજરાત રાજ્યના મહાનગર સુરતમાં ઈન્ટરનેશનલ શોબુકાન કરાટે એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની કરાટે કોિમ્પટિશનું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં વિદ્યાર્થિની વેકરીયા જેન્સી ગોલ્ડ મેડલ, સાવલિયા રિધ્ધી અને ભંડેરી જેન્તીષાએ સિલ્વર મેડલ, ઝાલાવડિયા અભીક્ષા, તરાવિયા દ્રિષ્ટ, સંખાવરા પ્રિન્સી, ઉમરેટીયા પૃિષ્ટ, ઉમરેટીયા શ્રેયા, વસાણી પ્રિયાંન્સી, કારસરીયા ધ્રુવી, શિંગાળા દિક્ષીતા અને ડોબરીયા રીટાએ બ્રાેન્ઝ મેડલ મેળવ્યા હતાં. જેમાં પડધરી તાલુકાની ખામટા ગામમાં સ્થિત એમ.જે.માલાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાના 11 વિદ્યાર્થિઆેએ કાતા અને કુમીતેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સંસ્થા તથા રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી હંસરાજભાઈ લીબાસીયાએ વિદ્યાર્થિનીઆેની આ સિધ્ધીને બિરદાવી શુભેચ્છાઆે પાઠવેલ હતી.

print

Comments

comments

VOTING POLL