ખાવડા નજીક ઝડપાયેલ સંદિગ્ધની બે દિવસની તપાસ બાદ પણ કંઈ નિકળ્યું નહીં

October 5, 2017 at 9:01 pm


સીતારામના વાલી નાસીકથી ખાવડા તરફ આવવા રવાના

સરહદી વિસ્તારના ખાવડા નજીક ઝડપાયેલા શખ્સને તેના પરિવારજનાે લેવા માટે કચ્છ આવી રહ્યાા છે. હજુ સુધી આ શખ્સ પાસેથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળવા પામી નથી. પ્રથમ તબક્કે ખડીર ખાતે એક શખ્સ દેખાયો હતાે અને બીજો શખ્સ ખાવડા નજીક દેખાયો હતાે. ત્યારે આ બનાવમાં પાેલીસે તપાસ હાથ ધરીને નાસીકના સીતારામ નામના શખ્સને પકડી પાડ્યો હતાે.

પ્રાથમિક પુછપરછમાં તે ભુલથી અહીં આવી ગયો હોવાનું જણાવતાે હતાે. જોકે પાેલીસને તેના પર વિશ્વાસ ન હોવાથી તપાસ શરૂ કરી હતી અને તેના પરિવારજનાેનાે પતાે મેળવ્યો હતાે. ખાવડા પાેલીસના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા શખ્સના વાલીઆે નાસીકથી કચ્છ આવવા રવાના થયા છે. જેઆે કચ્છ આવી ગયા બાદ પુછપરછ હાથ ધરવામાં આવશે. આ શખ્સ અહીં કઈ રીતે આવ્યો છે તેની હકીકતાે જાણવા મળશે. હાલમાં તમામ સુરક્ષા એજન્સીઆેની નજર આ શખ્સ તરફ જોવા મળી રહી છે. ખાવડા ખાતે અને ખડીર ખાતે જે શખ્સ જોવા મળ્યો હતાે તે આ જ છે કે કેમ તેની પણ તપાસ માટે ફુટ પ્રિન્ટ મેળવવામાં આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL