ખુંટીયાની ખેડૂતોએ કરી હત્યા ઃ ચાર ખેડુતો વિરૂધ્ધ થઇ પોલીસ ફરીયાદ

August 24, 2018 at 12:52 pm


તળાજાના ઠળીયા ગામના ચાર ખેડુતો વિરૂધ્ધ આજ ગામના જીવદયા પ્રમીએ ગૌવંશ એવા ખુંટયાને બાંધી, મારમારી મોત નિપજાવ્યાની પોલીસ ફરીયાદ તળાજા પોલીસ મથકમાં નાેંધાવી છે. ફરીયાદને લઇને ચકચાર મચી છે.
ગૌવંશ હિન્દુ ધામિર્કતા સાથે જોડાયેલ છે. ત્યારે તળાજાના ઠળીયા ગામે રહેતા ભરત જીણાભાઈ બોળીયા (ઉ.વ.32)એ ઠળીયા ગામના પશવાભાઈ ગોવિંદભાઇ ખરક, કાબાભાઇ કાનાભાઈ બરક, હિમંતભાઈ રવજીભાઇ ખરક, કાનાભાઇ કાબાભાઈ ખરક વિરૂધ્ધ નાેંધાવેલ ફરીયાદમાં બેલડા ગામ જવાના રસ્તા પર આરોપી પશવાભાઇ ખરકની વાડીમાં સવારે 10-30 દરમિયાન ખુંટયો પાકને નુકશાન કરતો હોઇ તેની દાઝ રાખી ચારેય ભાઇઆેએ ભેગા મળી, ખુંટયાને બાંધી બોથડ તથા તિક્ષણ હિથયારો વડે માર મારી મોત નિપજાવ્યુ હતુ.
જેના સાક્ષી રમેશભાઇ આેઘડભાઇ બોળીયાએ પણ પોલીસ સમક્ષ નઝરે જોયાનું જણાવેલ બનાવને લઇ જીવદયા પ્રેમીઆેમાં શોક ફેલાયો છે. પોસઇ સિસોદીયા તપાસ ચાલવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL