ખુશખબર ! મિલકત વેરા વળતર યોજના લંબાવાશેઃ મેયર

May 16, 2018 at 4:14 pm


રાજકોટના મિલકતધારકો માટે ખુશખબર છે કે આ વર્ષે મહાપાલિકા દ્વારા મિલકતવેરા વળતર યોજના લંબાવવામાં આવનાર છે. સામાન્ય રીતે પ્રતિ વર્ષ નાણાકીય વર્ષના પ્રારંભે એપ્રિલ માસના બીજા સપ્તાહથી વેરા વળતર યોજના શરૂ થતી હોય છે અને એપ્રિલ તેમજ મે મહિના દરમિયાન 10 ટકા વળતર અને જૂન મહિનામાં પાંચ ટકા વળતર આપવાનું અમલી હોય છે. તા.30 જૂને વેરા વળતર યોજના પૂર્ણ થઈ જતી હોય છે. દરમિયાન આ વર્ષે કાર્પેટ એરિયાબેઈઝ મિલકત વેરા આકારણીની પÙતિની અમલવારી કરવામાં આવી હોય અને સંખ્યાબંધ વાંધાઅરજીઆે આવી હોય જ્યાં સુધી વાંધા અરજીઆેનો નિકાલ ન થાય ત્યાં સુધી વેરો ચૂકતે થાય તેમ ન હોય આવા સંજોગોમાં કોઈ મિલકત ધારક વેરા વળતર યોજનાના લાભથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી આ વર્ષે વેરા વળતર યોજના લંબાવવામાં આવશે તેવી જાહેરાત મેયર ડો.જૈમન ઉપાધ્યાય દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં કરવામાં આવી હતી.

વિશેષમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાયે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતંુ કે એડવાન્સમાં મિલકતવેરો ભરપાઈ કરનાર મિલકત ધારકોને 10 ટકા વેરા વળતર આપવામાં આવતું હોય છે અને જો મિલકત ધારક મહિલા હોય તો વિશેષ પાંચ ટકા સહિત કુલ 15 ટકા વળતર આપવામાં આવે છે. જ્યારે આ વર્ષે કાર્પેટ એરિયાબેઈઝ વેરા આકારણીની પÙતિની અમલવારી શરૂ કરાઈ હોય વિવિધ પ્રકારના વાંધાઆે સાથેની અરજીઆે આવી રહી છે તે બાબતને ધ્યાને લઈને આ વખતે મિલકત વેરા વળતર યોજના અંદાજે એકાદ મહિનો સુધી લંબાવવામાં આવશે. જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત પાર્ટી સંકલનની બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. સિંગાપોરના પ્રવાસે ગયેલા સ્ટેન્ડિ»ગ ચેરમેન તેમજ કમિટીના સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઆે રાજકોટ પરત આવે ત્યારબાદ આ અંગે બેઠક બોલાવી નિર્ણય લેવાશે અને યોજનાની અંતિમ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે વાંધા અરજીનો નિકાલ ન થયો હોય તેવા કારણોસર કોઈ મિલકત ધારક વેરા વળતર યોજનાનો લાભ લેવાથી વંચિત રહેશે નહી તેની પદાધિકારીઆે ખાતરી આપે છે. શક્ય તેટલી ઝડપથી વાંધાઅરજીનો નિકાલ થાય તે માટે તમામ વોર્ડ આેફિસો, વોર્ડ આેફિસો અને મુખ્ય કચેરીના સ્ટાફને સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત મેયર દ્વારા દરરોજ ટેક્સ બ્રાન્ચની કામગીરીનો ટેલિફોનિક રિવ્યુ પણ લેવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL