ખેડૂતોને અડધી કિંમતે ટ્રેકટર આપવાના કૌભાંડમાં ૬ આરોપી જેલ હવાલે

March 13, 2018 at 4:00 pm


શહેરમાં સાધુવાસવાણી રોડ સહિત રાયમાં અનેક સ્થળે નોન પ્રોફીટ કંપનીની ઓફિસ ખોલીને ખેડુતોને અડધી કિંમતે ટ્રેકટર વેચવાના કૌભાંડમાં પકડાયેલા છ ઈસમોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આ કેસમાં યુનિ. પોલીસ દ્રારા તા.૬ના રોજ મુખ્ય આરોપી સંદીપ બેનીપ્રસાદ શર્મા, વડોદરાના વિવેક અરવિંદ દવે, અમદાવાદના મહેશ રમેશ ભાટીયા, પાટણના મુકુંદ મોહન પરમાર, રાજકોટની મહેશ્ર્વરી ઉર્ફે પ્રવિણા ગિરીશ અીહોત્રી અને ગાંધીનગરની અરૂણા કાંતીભાઈની ધરપકડ કરી હતી. છ દિવસના રીમાન્ડ દરમિયાન પોલીસને સમગ્ર કૌભાંડની ચોંકાવનારી વિગતો મળી હતી. મુંબઈ ખાતે ૨૦૧૫માં આંતરરાષ્ટ્ર્રીય માનવાધિકાર સુરક્ષા પરિષદ નામે સંદીપે દેવેન્દ્ર જૈન સાથે મળીને નોનપ્રોફીટ કંપની સ્થાપી ખેડૂતોને રૂા.બે હજારમાં સભ્ય બનાવી ૫૦ ટકા કિંમતે ટ્રેકટર વેચવાના નામે છેતરપીંડી આચરી હતી. પોલીસે રાજકોટ ઉપરાંત મહેસાણા, અમદાવાદ અને મુંબઈની ઓફિસોમાં દરોડા પાડીને કોમ્પ્યુટર, સર્ટીફીકેટ, પત્રો, લેપટોપ, મોબાઈલ કબજે કર્યા હતા. આર્થિક વ્યવહાર તપાસતા અમદાવાદ આંગડીયામાંથી રૂા.૮.૫૦ લાખ કબજે કર્યા હતા. આ ટોળકીએ કુલ ૪૧૪ ખેડૂતો પાસેથી ઉઘરાવેલી રકમ ફોર્મ પણ કબજે કરવામાં આવ્યા હતા. આ આરોપીઓ દાતાઓ પાસેથી નાણા મેળવી ખેડૂતો સાથે છેતરપીંડી કરતા હતા. હજી તપાસ ચાલી રહી છે.

print

Comments

comments

VOTING POLL