ખેતીવાડી ખાતાના ૭૦૦ જેટલા કર્મચારીઓ બઢતીથી વંચિત

March 13, 2018 at 3:26 pm


રાજ્યના વિવિધ વિભાગોના અનેક કર્મચારીઓ બઢતીથી વંચિત હોવાની ફરિયાદ ઉઠી છે. ખેતીવાડી ખાતાના ૭૦૦ જેટલા કર્મચારીઓ ઘણાં લાંબા સમયથી બઢતીથી વંચિત રહી જતાં એસોસીએશન ઓફ ધ મીનીસ્ટ્રીયલ સર્વિસીઝ ઓફ ગુજરાત એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટના હોદ્દેદારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી કર્મચારીઓને ન્યાય અપાવવા માગણી કરી છે.

સંગઠનના પ્રમુખ વી.એલ.ચૌધરી અને મહામંત્રી કે.એમ.મીક્રીએ આ સંદર્ભે જણાવ્યું છે કે, ખેતીવાડી ખાતાના સિનિયર કલાર્કને હેડ કલાર્ક (વર્ગ–૩)માં બઢતી આપવા માટેની મંજુરીની દરખાસ્ત કૃષિ અને સહકાર વિભાગ પાસે ઘણાં સમયથી પેન્ડીંગ છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, ખેતીવાડી ખાતામાં વર્ગ–૧ અને ૨માં ખેતી અધિકારી વર્ગ–૨ સંવર્ગમાં નિમણૂંક થયા પછી ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ આ જ પરીક્ષાના આધારે છેક મદદનીશ ખેતી નિયામક વર્ગ–૨, નાયબ ખેતી નિયામક વર્ગ–૧, સંયુકત ખેતી નિયામક વર્ગ–૧, તથા અધિક ખેતી નિયામક વર્ગ–૧ના હોદ્દા સુધી બઢતી મળે છે તે જ રીતે ખેતીવાડી ખાતાના વહીવટી સંવર્ગના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા ‘ક’ અને ‘ખ’ પાસ કરતા વહીવટી અધિકારી સુધીની બઢતી મળવાપાત્ર થાય છે.

તાજેતરમાં જ ખેતી ખાતામાં ફરજ બજાવતા કર્મચારી અધિક્ષકોને મદદનીશ વહીવટી અધિકારી વર્ગ ૨ તરીકે બઢતી આપવામાં આવેલ છે. તેઓએ ખાતાકીય પરીક્ષા ક અને ખ પાસ કરેલ છે તો તેઓને વર્ગ ૨માં બઢતી આપી શકાય તો અમોને હેડ કલાર્ક વર્ગ–૩માં જ બઢતી આપવાની થાય છે તો અમોને બઢતી આપવામાં કેમ વિલબં કરવામાં આવે છે ?

આ કર્મચારી સંગઠને જો તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો માસ–સીએલ જેવા જલદ કાર્યક્રમો આપવાની ચીમકી આપવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL