ખોજા નાકા પાસે નજીવી બાબતે મકરાણી બંધુ પર હુમલો

January 11, 2019 at 12:41 pm


જામનગરના ખોજાનાકા હાજીપીરના ચોક પાસે ઉભેલા રીક્ષા ડ્રાઇવરને આરોપીએ નજીવી બાબતે અપશબ્દો કહી પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો વચ્ચે છોડાવવા આવેલા ફરીયાદીના ભાઇને પણ માર મારી ધમકી આપ્યાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગરના મકરાણી કબ્રસ્તાનની બાજુમાં રહેતા આબીદ યુનુસભાઇ બ્લોચ (ઉ.વ.23) નામનો યુવાન ગઇકાલે ખોજાનાકા હાજીપીર ચોકમાં ઉભો હતો ત્યારે મમુડી ત્યાં આવીને કેમ મને બોલાવતો નથી, હું હોય ત્યાંથી કેમ દુર ચાલ્યો જાશ તેમ કહેતા આબીદે તું ચોરી કરે છે, તારી પાસે ઉભા રહીએ તો લોકો મને પણ ચોર સમજે તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઇ જઇને અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમ્યાનમાં યુસુફ નામના શખ્સે ઢીકાપાટુનો માર મારવા લાગતા મમુડીએ પાઇપ વડે હુમલો કરી માથાના પાછળના ભાગ, કોણી અને પગમાં ઘા ઝીકી દીધા હતા આ વેળાએ ફરીયાદીનો ભાઇ શાહજહા વચ્ચે છોડાવવા આવતા આરોપીએ તેને પણ પાઇપ ફટકાર્યો હતો અને જતા જતા હવે જો મને ચોર કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ બનાવ અંગે આબીદ બ્લોચે જામનગરની મચ્છીપીઠમાં રહેતા મમુડી ચોર તથા યુસુફ મુસા આ બંને શખ્સની વિરુધ્ધ સીટી-એ માં ફરીયાદ નાેંધાવી હતી.

જામનગર નજીક યુવાન પર પાઇપથી પ્રહાર

ધુંવાવમાં રહેતા અલી કાદરમીયા બુખારી (ઉ.વ.25) ગત તા. 8ના રોજ પોતાની મોટરસાયકલમાં ફોર્ડ કંપનીના શોરૂમની નોકરી પુરી કરી ઘરે જતા ત્યારે ઇસ્કોન મંદિર સામેના રોડ પર આરોપી તેનું બાઇક લઇ પાછળથી આવીને પાઇપથી હુમલો કરી કાંડાના ભાગે અને બંને પગમાં ઇજાઆે પહાેંચાડી નાશી છુટયો હતો, અલી કાદરમીયાએ આ અંગે પંચ-એ માં રાણા કંડોરણામાં રહેતા અલ્ફાત કાસમ ખલીફાની વિરુધ્ધ પંચ-એ માં ફરીયાદ કરી હતી.

print

Comments

comments

VOTING POLL