ખોડલધામ પ્રવાહ: જામનગર જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા માટે અદમ્ય ઉત્સાહ: 60 હજાર પત્રિકાઓનું વિતરણ

January 11, 2017 at 10:42 am


ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે જિલ્લા વાઈઝ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જામનગર જિલ્લાના લેઉવા પટેલ સમાજમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા ક્ધવીનરની રાહબરી હેઠળ તમામ તાલુકાના ક્ધવીરનરો, સહક્ધવીનરો અને કાર્યકતર્ઓિ ભાઈઓ બહેનો ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ લાગી ગયા છે.
જામનગર જિલ્લાના તૈયારીઓ વિશે માહિતી આપતા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી વશરામભાઈ ચોવટીયાએ જણાવ્‌યું હતું કે જામનગર શહેરમાં 2000, ધ્રોલમાં 450, કાલાવડમાં 1000 તથા ખંભાળીયા, લાલપુર વગેરે વસતારોમાં નાના મોટા બેનરો અને હોર્ડિંગ લાગીગયા છે. વાહનો ભાટે 20000 સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું છે. જામનગર, ધ્રોલ અને કાલાવડ તાલુકામાં લેઉવા પટેલ સમાજની વસતી વધારે હોવાથી આ તાલુકાઓના ગામેગામ મિટીંગોનો દોર ચાલી રહ્યો છે. હાલમાં પણ જામનગર જિલ્લાના 2000 સ્વયં સેવકો કાર્યરત છે. જામનગર જિલ્લામાં 700 જેટલી મહિલાઓ ખોડલધામ સમિતિમાં કાર્યરત છે. અને ઉમંગભેર સુશોભનની તૈયારી કરે છે. તા.17મીએ નિકળનારી શોભાયાત્રાના રથના શણગારની તૈયારીઓ પણ મહિલા સમિતિ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે.

તા.16મી જાન્યુઆરીએ જામનગર અને ધ્રોલ એમ બે સ્થળોએ મૂર્તિ પહોંચશે. ત્યારે શણગાર અને ડીજેના તાલ સાથે મૂર્તિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બીજા દિવસે તા.17મીએ મંગળવારે સવારે વાજતે ગાજતે મૂર્તિની શોભાયાત્રા કાગવડ તરફ નકળશે. તા.17મીએ જામનગરથી સવારે 8 વ્ગ્‌યે શ્રીજી હોલ પાસેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે જ્યારે સવારે 7 કલાકે ધ્રોલના દેદકદડ ગામેથી કાગવડ સુધીની મૂર્તિ શોભાયાત્રા નીકળશે. આ બે મૂર્તિઓ હશે. જે ખોડલધામ મંદિરમાં બિરાજમાન થવાની છે. શોભાયાત્રામાં નાના મોટા 600 જેટલા વાહનો જોડાશે.

વધુ વિગતો આપતા જામનગર જિલ્લા ક્ધવીનર સીપી વસોયાએ જણાવ્‌યું હતું કે, જામનગર જિલ્લામાંથી લેઉવા પટેલ સમાજન સિવાયની જ્ઞાતિઓમાં પણ પ્રાણ પ્રચિષ્ઠા મહોત્સવ માણવાનો અનેરો ઉમંગ છે. એ જોતા કોઈપણ સમાજની વ્યક્તિ રહી ન જાય તે માટે સંખ્યાબંધ બસની વ્યવસ્થા ખોડલધામ સમિતિ દ્વારા કરવામાંઅ વીછે. તા.17 થી 21 જાન્યુઆરી દરમ્યાન જામનગર લેઉવા પટેલ સમાજના દરેક ઘરે દિવાળી જેવો માહોલ હશે અને ઘરે ઘરે દિવાળી તથા રોશનીના શણગાર હશે તેમણે જણાવ્યું હતુંકે જામનગર જિલ્લાના મોટાભાગના કાર્યકતર્ઓિ રસોડા વિભાગમાં કામગીરી સંભાળશે. જામનગર જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રચાર પ્રસાર સોશ્યલ મિડીયા મારફત, સીડી બનાવીને કરાઈ રહ્યો છે.

છેલ્લા બે મહિનાથી જામનગર, ધ્રોલ, અને કાલાવડ તાલુકામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે. કાલાવડ તાલુકાના સ્વયં સેવકો રોજે રોજ કાગવડ ખાતે યજ્ઞશાળા, ચા-પાણી, ભોજન વિભાગમાં છેલ્લા દોઢેક મહિનાથી સેવા આપી રહ્યા છે. દરેક સ્વયં સેવકોના ખોડલધામ કાયર્લિયે ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. નકકી થયેલી સંખ્યા મુજબ જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. રસોડ વિભાગમાં સ્વયં સેવકો એક દિવસ પહેલા એટલે કે તા.16મીએ જ ખોડલધામ કાગવડ ખાતે પહોંચી જશે.

print

Comments

comments

VOTING POLL