ગંગા શુધ્ધિકરણઃ ગાડી પાટે ચડશેં

May 16, 2018 at 2:45 pm


ગંગા નદીને શુધ્ધ કરવા માટે સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો હજુ સુધી દેખીતી રીતે સફળ થયા નથી પરંતુ હવે વધુ એક વખત આ માટે વાયદો કરવામાં આવ્યો છે.
કરોડો ભારતીયો માટે આસ્થાનું પ્રતીક અને સદીઆેથી ભારતીય સંસ્કૃતિ જેના કાંઠે પાંગરી છે એવી ગંગા નદીનાં શુદ્ધિકરણ માટે લગભગ ત્રણ દાયકાથી જાત જાતના પ્રાેજેક્ટસ ચાલે છે. પરંતુ, કેન્દ્રમાં ગમે તે પક્ષની ગમે તેટલી સરકારો બદલાય પણ ગંગા શુદ્ધિકરણ કરણ યોજના જે ઝડપે આગળ વધવી જોઇએ તે ઝડપે આગળ વધતી નથી. હવે કેન્દ્રીય જળસંપિત્ત નીતિન ગડકરીએ નવો વાયદો આપ્યો છે કે ગંગા શુદ્ધિકરણનું 70 ટકા કામ આવતા વર્ષના ડિસેમ્બર સુધીમાં એટલે કે દોઢ વર્ષમાં થઇ જશે. પરંતુ, અત્યાર સુધી આ કામ જે ગતિએ આગળ વધ્યું છે તે જોતાં આ લક્ષ્યાંક પાર પાડી શકાય તે મુશ્કેલ લાગે છે. 2015માં કેન્દ્ર સરકારે ગંગા શુદ્ધિકરણ માટે 20,000 કરોડના પ્રાેજેક્ટસ શરુ કરવાની જાહેરાત કરી હતી.
સરકારી આંકડા કહે છે કે તેમાંથી હજુ સુધી માંડ 4500 કરોડ રુપિયા વાપરી શકાયા છે. મતલબ કે ત્રણ વર્ષમાં 25 ટકા જેટલી રકમ માંડ વપરાઇ છે. હવે બાકીનાં દોઢ વર્ષમાં આ આંકડો 70 ટકાએ પહાેંચી જાય તેવી આશા રાખવી વધારે પડતી છે. ગંગા ઉત્તર ભારતની જીવાદોરી છે. તેનું જતન માત્ર ધામિર્ક કારણોસર જ નહી પરંતુ પર્યાવરણીય કારણોસર પણ બહુ મહત્વનું છે. તેની સફાઇ માટે યુÙના ધોરણે કામ થવું જોઇએ પરંતુ સરકારને ગંગા કાઢે વિદેશી મહાનુભવોને હસ્તે આરતી કરાવવા જેવા ફોટા પડાવી શકાય તેવા ભપકાદાર સમારંભો યોજવાની જેટલી દરકાર છે તેટલી દરકાર ગંગાના જતન માટે ખરેખર હોય તેવું જણાતું નથી.
ગંગા શુદ્ધિકરણ પ્રાેજેક્ટ માટે અગાઉ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીને ખાસ હવાલો સાેંપાયો હતો. પરંતુ ઉમા તેમાં ખાસ કોઇ નાેંધપાત્ર કામગીરી દશાર્વી ના શકતાં તેમની પાસેથી આ હવાલો પાછો લઇ લેવાયો હતો. હવે ગડકરીએ ખુદ કબૂલ કર્યું છે તેમ નાણાં મંત્રાલય પાસેથી આ પ્રાેજેક્ટ માટે સમયસર ભંડોળ મેળવવા ખાસ પ્રયાસો કરવા પડે છે. સરકારી પ્રાેજેક્ટસમાં માત્ર ભંડોળનો ઉપયોગ થઇ જાય એ જ કાર્યસફળતા માની લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં ખરેખર કેવી કામગીરી થઇ છે તે હંમેશા અલગ તપાસનો વિષય હોય છે. ગંગા શુધ્ધીકરણ પણ આવી સરકારી કાર્યસફળતાની સિમિત વ્યાખ્યાઆેમાં ના અટવાઇ જાય તે અપેક્ષિત છે.

print

Comments

comments

VOTING POLL