ગંજીવાડામાં મુિસ્લમ પરિવારના મકાન પર ફાયરિગ કરનાર કુખ્યાત શખસ ઝડપાયો

September 14, 2018 at 3:25 pm


શહેરના ગંજીવાડામાં રહેતા મુિસ્લમ પરિવારના મકાન પર અને 80 ફુટ રોડ પર કરેલા પખવાડીયા પુર્વે ફાયરીગના ગુનામાં નાસતો ફરતો કુખ્યાત શખસને ચોકકસ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે આજીડેમ ચોકડી પાસેથી ઉઠાવી લઈ આકરી પુછપરછ હાથ ધરી છે. કુખ્યાત શખસ અગાઉ રાજકોટ, મોરબી, ટંકારા, જેતપુર, કોટડાસાંગાણી સહિત દોઢ ડઝન જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડેલા શખસે બે લાખ ઉછીના લીધા હોય જેની ઉઘરાણી કરતા આ કૃત્ય કર્યાનું બહાર આવતા પોલીસે વધુ તેના બે સાગરીતોને ઝડપી લેવા દોડધામ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગંજીવાડામાં રહેતો અને મકાન લે-વેચનો ધંધો કરતો અબ્દુલ સુલેમાન માજોઠીએ અગાઉ હાથ ઉછીના આપેલા બે લાખ નામચીન શખસ હિતેષ ધનજી ખીમસુરીયાને આપ્યા હોય તેની ઉઘરાણી કરતા હિતેષ તથા તેનો સાગરીત પ્રવિણ, સુરેશ ઉર્ફે વાંકો અને દલા સહિતના પાંચ શખસોએ અબ્દુલ પર 80 ફુટ રોડ પર આંતરી ફાયરીગ કર્યા બાદ ગંજીવાડામાં તેના મકાન પર ચાર રાઉન્ડ ફાયરીગ કરી નાસી ગયાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાઈ હતી.

બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીઆઈ એસ.એન.ગડુ તેમજ રાઈટર અજીતભાઈ સહિતના સ્ટાફે હિતેષ ખીમસુરીયાના બે સાગરીતોને ઉઠાવી લઈ ધરપકડ કર્યા બાદ હિતેષ ખીમસુરીયા સહિતની ત્રિપુટી ભુગર્ભમાં ઉતરી ગઈ હતી. હિતેષ જેતપુરમાં 80 લાખની ચોરી સહિતના ગુનામાં નાસતો ફરતો હોય ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાની આગેવાની હેઠળ ચોકકસ બાતમીને આધારે પીઆઈ એચ.એમ.ગઢવી, પીએસઆઈ કાનમીયા, જગમલભાઈ, ફીરોઝભાઈ, રવિરાજસિંહ સહિતના સ્ટાફે આજીડેમ ચોકડી પાસે વોચ ગોઠવી અલ્ટો કાર નં.જીજે10એસી 4412ને અટકાવી તેમાં બેઠેલા કુખ્યાત નામચીન શખસ હિતેષ ધનજી ખીમસુરીયાને ઝડપી લઈ તેની પાસેથી પિસ્તોલ, બે કાર્ટીસ, મોબાઈલ સહિત 1.16 લાખની મત્તા કબજે કરી તેની વધુ પુછપરછ હાથ ધરી છે.

રેસકોર્ષ પાસેથી વોન્ટેડ શખસ ઝડપાયો

રાજકોટઃ શહેરમાં તહેવારો દરમિયાન ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન રાજકોટ, સુરત, રાજુલા, લોધીકામાં મારામારીના ગુનામાં નાસતો ફરતો શખસને ક્રાઈમ બ્રાંચે રેસકોર્ષ પાર્ક પાસેથી ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અગાઉ મારામારી, દારૂના ગુનામાં પકડાયેલો અને પીપાવાવમાં હત્યાની કોશિષ, લોધીકા, સુરત અને રાજકોટના મારામારીના ગુનામાં નાસતો ફરતો ચેતન રાઠોડ નામનો શખસ રેસકોર્ષ પાસે આવ્યાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ મહાવીરસિંહ રાણા, જયદીપસિંહ, યોગીરાજસિંહ સહિતના સ્ટાફે ચોકકસ બાતમીને આધારે મુળ જાફરાબાદનો અને હાલ રેસકોર્ષ પાર્કમાં રહેતો ચેતન હસમુખ રાઠોડ નામના શખસને ઝડપી લઈ આકરી પુછપરછ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL