ગટર જેવા ગંદા પાણીથી શહેરીજનોનું કથળતું આરોગ્ય

February 12, 2018 at 1:59 pm


હજુ ઉનાળાના દિવસો શરૂ થયા નથી, તેમજ પાણીની સમસ્યા થાેડી આેછી છે ત્યાં જ જામનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સાથે ગટરનું ગંધાતું પાણી ભળી જતું હોય આ પાણી આપવામાં આવતું હોય, લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે, ખાસ કરીને પંચવટી ગૌશાળામાં સીટી ટાવર વિસ્તારમાં છેલ્લા 10 થી 1ર દિવસથી અત્યંત દુગ¯ધવાળું પાણી નળમાં આવતું હોય, જેને લીધે અનેક લોકોના પેટ બગડéા હોવાની થાેકબંધ ફરિયાદો ઉઠવા પામી છે, અવારનવાર રજૂઆત કરવા છતાં પણ જામ્યુકોના સત્તાધીશોના પેટ પાણી હલતું નથી અને આવા ગંધાતા પાણીના કારણે લોકોની તબિયત બગડતી જાય છે, એક તરફ લોકોમાં ઉગ્ર રોષની લાગણી ઉઠવા પામી છે, ત્યારે આ સમસ્યા નહી ઉકેલાઇ તો આ વિસ્તારની મહિલાઆે કોર્પોરેશનની કચેરીમાં ધરણાં કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. આશરે 10 થી 1ર દિવસથી પંચવટી ગૌશાળામાં સીટી ટાવર સહિતના વિસ્તારોમાં નળ ખોલતા જ ગટરનું ગંધાતું ગંદુ પાણી આવે છે, આ પાણી જરા પણ પીવાલાયક નથી, આ અંગે મહાપાલિકામાં અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, વોટર વર્કસ શાખામાં ફોન કરીએ તો તમો આ અધિકારીને ફોન કરો એમ કરીને પાંચ થી છ અધિકારીઆેને ફોન કરવા બાદ એકાદ અધિકારી ફોન ઉપાડે છે, એકાદ વખત તો આ વિસ્તારમાં મહાપાલિકાના અધિકારીઆે ચેક કરવા આવ્યા હતા, પરંતુ ચેક કર્યા બાદ પણ આ સમસ્યા ઉકેલાઇ નથી, જેથી મહિલાઆેમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
ગટરના ગંદા પાણી પીવાના કારણે લોકોનું આરોગ્ય જોખમાયું છે, અનેક લોકોને પેટમાં દુઃખાવો અને ઉબકા-ઉલ્ટી આવવા જેવી સમસ્યા ઉભી થઇ છે, એટલું જ નહી આરો પર કામ કરતા નથી અને બે-ત્રણ દિવસમાં આરોમાંથી પણ ગંદુ પાણી આવવાની રાવ ઉઠી છે, જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઇન જોડાતી હોવાના કારણે આ સમસ્યા ઉભી થવા પામી છે, એક તરફ મિશ્ર ઋતુ અને બીજી તરફ મહાપાલિકા દ્વારા પીવાલાયક પાણી આપવામાં આવતું નથી, જેથી લોકોમાં ઉગ્ર રોષ ઉઠવા પામ્યો છે. અત્રે એ પ્રñ થાય છે કે અવારનવાર મહાપાલિકામાં રજૂઆત કરવા છતાં વોટર વર્કસ શાખાના કર્મચારીઆે લોલમલોલ ચલાવે છે અને સબ સલામત હૈની સીડી વગાડéા કરે છે, લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થવાની ફરિયાદ ઉઠવા પામી છે, પ્રñ એ થાય છે કે અવારનવાર ચેકીગ હોવા છતાં પણ શા માટે પાઇપલાઇન રીપેર કરાતી નથી આ વિસ્તારના અનેક અસંખ્ય લોકો પેટના દર્દનો ભોગ બન્યા છે અને હજુ પણ બનતા જાય છે ત્યારે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. જામનગરના કેટલાક વિસ્તારોમાં પાણીની લાઇન અને ગટરની લાઇન સાથે થઇ જવાથી નળ ખોલતા જ ગટરનું પાણી આવે છે, મહાપાલિકા એક તરફ સ્વચ્છતાની વાતો કરે છે, બીજી તરફ પીવાના પાણીના ચાર્જ પણ આ બજેટમાં રૂા. 150 નો વધારો કરી દેવાયો છે, પરંતુ મહાપાલિકા ખુદ શુધ્ધ પીવાનું પાણી આપી શકતી નથી, જે મહાપાલિકા માટે શરમજનક કહી શકાય. મહાપાલિકાની આેફિસમાં પાણી આવતું નથી, તેમજ ગટરનું પાણી આવે તેવી થાેકબંધ ફરિયાદો આવતી હોય છે, પરંતુ સત્તાધીશો કોણ જાણે કેમ આ પ્રકારની ફરિયાદોને ઉકેલવામાં જરા પણ રસ દાખવતા ન હોવાનું લોકોનો આક્ષેપ છે, પંચવટી ગૌશાળાના કેટલાક વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ હોય, અનેક લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું હોય, જો આ સમસ્યા તાત્કાલિક નહી ઉકેલાઇ તો આ વિસ્તારની મહિલાઆે મહાપાલિકાની કચેરીમાં ધરણાં પણ કરશે તેવી ચેતવણી આ વિસ્તારની મહિલાઆેએ આપી છે.

print

Comments

comments

VOTING POLL