ગણેશજીના વિર્સજન માટે જામ્યુકો દ્વારા કૃત્રિમ તળાવ બનાવાશે

September 8, 2018 at 1:19 pm


જામનગર શહેરમાંથી દર વર્ષે ગણેશ વિસર્જન માટે વિવિધ ગણેશ મંડળો, સંસ્થાઆે, આયોજકો બાલાચડીના દરિયામાં અને બેડી બંદર પર ઘસારો કરે છે. આ વર્ષે પ્રથમ વખત મ્યુ. કોર્પો. દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિત તળાવ બનાવવાની મ્યુ. કમિશનરની દરખાસ્ત સ્ટેન્ડીગ કમિટીએ બહાલી કરી છે. મ્યુ. સ્ટેન્ડીગ કમિટીની બેઠક ગઇકાલે ચેરમેન સુભાષભાઇ જોષીનાં આધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર હસમુખભાઇ જેઠવા, મ્યુ. કમિશનર આર.બી.બારડ, ડે. કમીશનર મુકેશ કુંભારાણા અને 8 સભ્યો હાજર રહ્યા હતાં. આ બેડકમાં પર્યાવરણ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ પર્યાવરણ જાળવણી થાય તે માટે બેડી બંદર તરફ જતા રસ્તે બેડી મરીન પોલીસ ચોકી સામે 65 ફºટ લંબાઇ, 26 ફºટ પહોળાઇ અને 10 ફºટ ઉંડાઇ ધરાવતા એક કૃત્રિમ તળાવનું રૂા. 3.5 લાખના ખર્ચે નિમાર્ણ કરવા મ્યુ. કમીશનર દ્વારા મુકાયેલી દરખાસ્ત કમિટીએ બહાલ કરી હતી.

આ ઉપરાંત મ્યુ.સીવીલ શાખા દ્વારા ગણેશ સ્થાપના બીજા દિવસથી જ આ કૃત્રિમ તળાવ જેવો મોટો કુંડ તૈયાર રાખવામાં આવશે. જેથી કરીને 1 દિવસના 3, 5 કે 7 દિવસના ગણપતિનું વિસર્જન થઇ શકે. આ ઉપરાંત સ્ટે. કમિટીએ આગામી સમયમાં પોલીસ હેડ કવાર્ટસ નજીક બનવામાં આવનારા સરદાર પટેલ રમત સંકુલ યોજના હેઠળના સ્પોર્ટસ કોમ્પ્લેકસના રાજય સરકાર દ્વારા કરવામાં આવનાર ખર્ચના 30 ટકા અથવા પાંચ કરોડ રૂપિયા જમા કરાવવા બાંહેધરી રાજય સરકારને મોકલી આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ઉપરાંત નવાગામ ઘેડમાં ગારના કામ માટે રૂા. 3.55 લાખના ખર્ચને અને તળાવની પાળે ફºલ ઝોનની દુકાન નં.-2 વાર્ષિક રૂા. 1.61 લાખમાં ભાડે આપવા ઠરાવ કરવામાં આવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL