ગમે તે હોય સનીની જરૂર પડે છે…

August 8, 2017 at 4:58 pm


સની લીઓની બોલિવૂડમાં આવ્યાને પાંચ વર્ષ પૂરાં થયા છે. 2012માં સનીએ પૂજા ભટ્ટ દ્વારા ડિરેક્ટેડ જિસ્મ 2થી બોલિવૂડમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે, આમ તો ઇન્ડિયન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેની કરિઅરની શરૂઆત બિગ બોસ શોથી જ થઈ હતી. જેમાં તે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હતી.આ પાંચ વર્ષમાં સનીએ બોલિવૂડમાં પોતાના માટે સ્થાન બનાવ્યું છે. તેની એક્ટિંગ એબિલિટી પર ચર્ચા થતી રહે છે, પરંતુ તેના ફેન્સ તેને બિગ સ્ક્રીન પર જોવા માગે છે એ વાતમાં કોઈ શંકા નથી.

ફિલ્મ્સમાં લીડિંગ લેડી તરીકે ભલે સની છેલ્લા કેટલાક સમયથી જોવા ન મળી હોય, પરંતુ તે આઇટમ સોંગ્સમાં જરૂર જોવા મળે છે. તેની ફિલ્મોગ્રાફી જોઈએ તો આમ જ જણાય છે. તેણે અત્યાર સુધીમાં બહુ થોડી ફિલ્મ્સમાં લીડ રોલ્સ પ્લે કયર્િ છે. બીજી ફિલ્મ્સમાં તે સોંગ્સમાં કે કેમિયોમાં જ જોવા મળી છે. તે હવે ઓમંગ કુમારની ફિલ્મ ભૂમિના સોંગ ટ્રિપી ટ્રિપીમાં ડાન્સ કરતી જોવા મળશે. આ સોંગને સચિન-જિગરે કમ્પોઝ કર્યું છે જ્યારે કોરિયોગ્રાફી ગણેશ આચાર્યની છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને અદિતિ રાવ હૈદરી લીડ રોલ્સમાં છે. મિલન લુથરિયાની ફિલ્મ બાદશાહોના પિયા મોરે સોંગમાં સની સ્પેશિયલ અપીયરન્સ આપી રહી છે. આ સોંગમાં તે ઇમરાન હાશ્મિના અપોઝિટમાં છે. આ વર્ષે રિલીઝ થયેલી નૂરમાં લીડ રોલમાં તો સોનાક્ષી સિંહા હતી, પરંતુ કેમિયોમાં સની હતી. શાહરુખ ખાનની ફિલ્મ રઇસમાં લૈલા મેં લૈલા સોંગને રિક્રિએટ કરવામાં આવ્યું હતું. આ સોંગની હોટનેસ સનીએ વધારી હતી. પહેલી વખત તે શાહરુખની સાથે એક જ ફ્રેમમાં જોવા મળી હતી.
2016ની ફિલ્મ ડોંગરી કા રાજાના ચોલી બ્લોકબસ્ટર સોંગમાં સની સ્પેશિયલ અપીયરન્સમાં હતી. આ ફિલ્મમાં રોનિત રોય અને અસ્મિત પટેલ લીડ રોલ્સમાં હતા. 2015માં આવેલી ફિલ્મ સિંઘ ઇઝ બ્લિંગના એક સીનમાં સનીએ સરપ્રાઇઝિંગ કેમિયો કર્યો હતો. આ ફિલ્મમાં એમી જેક્સને ફીમેલ લીડ રોલ પ્લે કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL