‘ગરબા–૨૦૧૭’નો ભકિતભાવપૂર્ણ પ્રારંભ: આજે મુખ્યમંત્રી રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ

September 22, 2017 at 3:49 pm


‘આજકાલ’ અને પાર્થરાજ કલબ આયોજીત ‘ગરબા–૨૦૧૭’નો શાનદાર પ્રારભં થઈ ગયો છે અને પ્રથમ નોરતે જ ખેલૈયાઓના મિજાજનો લોકોને ખ્યાલ આવી ગયો હતો. બામ્બુ બિટસના સથવારે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે માતાજીની આરતી સાથે શુભારભં કરવામાં આવ્યો હતો. આજે બીજા નોરતે રાયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેવાના છે. ગઈકાલે ‘આજકાલ’ ગ્રુપના ધરોહર ધનરાજભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલ જેઠાણીએ મહેમાનોને આવકાર્યા હતાં અને તેમના હસ્તે માતાજીની આરતી કરાવી હતી. આ પ્રથમ નોરતાની આરતીનો લાભ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને શ્રીમતી ગેહલોત, મ્યુનિસીપલ કમિશનર બંછાનિધિ પાની અને શ્રીમતી પાની, રેન્જ આઈજીપી ડી.એન. પટેલ અને શ્રીમતી પટેલ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતા શાહ, કશ્યપ શુકલ, ઈન્મકટેકસ અધિકારી ત્રિવેદી અને ભરત ટાંક, જર્નાદનભાઈ આચાર્ય, દિપકભાઈ પંડયા, નલીન જોષી, દર્શીતભાઈ જાની, પ્રભુભાઈ ત્રિવેદી, જયેશ જાની, સુરભીબેન આચાર્ય, લલીત રાવલ, ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટર ગઢવી, ડો.નવલ શિલુ, રૂપાબેન શિલુ, બ્રહ્મ સમાજના અગ્રણી જીતુ મહેતા, બોલબાલાના જીજ્ઞેશ ઉપાધ્યાય, પાર્થરાજ કલબના પાર્થ ગઢવી અને રાજ ગઢવી વગેરેએ લીધો હતો. આરતી પછી ઓરકેસ્ટ્રના સથવારે ખેલૈયાઓ ઝુમી ઉઠા હતાં અને પ્રથમ દિવસે જ જમાવટ કરી દીધી હતી. આજે બીજા નોરતે રાયના મુખ્યમંત્રી સતત બીજા વર્ષે ‘આજકાલ’ નવરાત્રી મહોત્સવના મહેમાન બનવાના છે. ગત વર્ષે મુખ્યમંત્રી તરીકે આવેલા વિજયભાઈ રૂપાણીએ અદભુત નિહાળ્યું હતું અને કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ ખેલૈયાઓ અને મેદની મને જોવા મળી છે. વિજયભાઈ રૂપાણીએ ઢોલ ઉપર પણ હાથ અજમાવ્યો હતો અને લોકોનું મનોરંજન કયુ હતું. આજે ‘આજકાલ’ના આમંત્રણને માન આપીને મુખ્યમંત્રી રૂપાણી ફરી વખત મહેમાન બનવાના છે. મુખ્યમંત્રીની સાથે અન્ય મહાનુભાવો પણ આજે ઉપસ્થિત રહેવાના છે ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ વધુ બેવડાયો છે.

print

Comments

comments

VOTING POLL