ગરીબોને અપાશે ભાડાનું ઘર ખરીદવાનો વિકલ્પ: ખાનગી જમીન પર મળશે 1.50 લાખની સબસીડી

April 21, 2017 at 11:14 am


કેન્દ્ર સરકાર એક એવી હાઉસ રેન્ટલ પોલિસી લાવવાનું વિચારી રહી છે જેના હેઠળ શહેરમાં આવનારા પ્રવાસી લોકોને સરકારી સંસ્થાઓ પાસેથી મકાન ભાડા પર લેવાની સુવિધા મળી શકે. આ યોજનાને ટૂંક સમયમાં લોન્ચ કરાશે. એટલું જ નહીં ભવિષ્યમાં તેની પાસે આ ભાડાના મકાનને સરળ હપ્તામાં સંપૂર્ણ કિંમત ચૂકવી મકાન ખરીદવાનો વિકલ્પ પણ અપાશે. હાઉસિંગ મંત્રાલય મુજબ આ સ્કીમનું નામ ‘રેન્ટ ટુ ઓન’ હશે જેને કેન્દ્ર સરકારની નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પોલિસી હેઠળ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે આ એક્ટને મંજૂરી માટે ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત સરકાર ખાનગી જમીન પર બનેલા મકાનને ખરીદવા ઉપર પણ ગરીબ લોકોને 1.5 લાખ પિયાની સબસીડી આપવાનો વિચાર કરી રહી છે. અત્યાર સુધી આ છૂટ રાજ્ય સરકારો અને એકમોની જમીન પર બનેલા આવાસો ઉપર જ અપાતી હતી. વેંકૈયા નાયડુએ કહ્યું કે પ્રાઈવેટ ડેવલપર્સ દ્વારા લોન્ચ કરાયેલી અર્ફોડેબલ હાઉસિંગ પ્રોજેક્ટસના ઉદ્ઘાટન બાદથી જ મંત્રાલય આ અંગે વિચાર કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમે 2008 શહેરો અને ગામડાઓમાં 17.73 લાખ શહેરી ગરીબો માટે આવાસોની મંજૂરી આપી ચૂક્યા છીએ.
નાયડુએ કહ્યું કે 2022 સુધી સૌને ઘરના વાયદાને પૂરો કરવાનું લક્ષ્ય છે. 2019 સુધી 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ લક્ષ્યાંકને હાંસલ કરી લેવામાં આવશે જેમાં કેરળ, હિમાચલ, અરુણાચલ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યનો સમાવેશ થાય છે. આ પછી 2022 સુધીમાં અન્ય રાજ્યોમાં આ લક્ષ્યાંકને પૂરો કરવામાં આવશે. તેમણે કહ્યું કે ‘રેન્ટ ટુ ઓન’ એક્ટનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ રાજ્ય સરકારો તેના પર કામ કરી શકશે. સૌને પોતાનું ઘર આપવાની દિશામાં આ એક અત્યંત મોટી સ્કીમ હોવાનું નાયડુએ ઉમેર્યું હતું. આ સ્કીમ હેઠળ શહેરમાંથી પલાયન કરીને આવનારી મોટી વસતી માટે યોગ્ય આવાસની વ્યવસ્થા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ સ્કીમ હેઠળ શઆતમાં અમુક વર્ષો માટે ઘર લીઝ પર આપવામાં આવશે. ખરીદારે પ્રતિ માસ ઈએમઆઈ જેટલી રકમ બેન્કમાં જમા કરાવવી પડશે જેમાં અમુક રકમ ભાડા પેટે હશે અને બાકી રકમ એકાઉન્ટમાં જમા રહેશે. ખરીદાર દ્વારા જમા કરાયેલી ઈએમઆઈની રકમ જ્યારે 10 ટકાના સ્તરે પહોંચી જશે ત્યારે મકાન તેના નામે નોંધાઈ જશે. જો લીઝ પર લેનારો વ્યક્તિ રકમ જમા ન કરી શકે તો સરકાર આ મકાનને બીજી વખત વેંચી નાખશે. આ ઉપરાંત ભાડાની સાથે જમા કરાયેલી રકમ ભાડુઆતને વિના વ્યાજે પરત કરી દેવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL