ગરેજ ગામે એસ.ટી.ડ્રાઇવર ઉપર હુમલો

July 17, 2017 at 1:24 pm


પોરબંદર નજીકના ગરેજ ગામે એસ.ટી. ડ્રાઇવર ઉપર પિતા અને બે પુત્રોએ હત્પમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના વનાણા ગામે રહેતા અને એસ.ટી. ડ્રાઇવર તરીકે નોકરી કરતા જેઠા વિરાભાઇ કોડીયાતર એસ.ટી.બસ લઇને ગરેજ ગામેથી નિકળ્યા ત્યારે રસ્તાના ખાડા પર પાણી ભરેલ હતું તેના ઉપરથી બસ નિકળતા રણમલભાઇ સરપંચના દિકરાને પાણી ઉડતા ‘પાણી શું કામ ઉડાડે છે’ તેમ કહીને ઉશ્કેરાઇને રણમલભાઇ સરપચં અને તેના બે છોકરાઓએ ડ્રાઇવર જેઠાભાઇને ગાળો દઇ, ઢીકાપાટુનો માર મારી, છરીથી મુંઢ ઇજા કરી હોવાની અને ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

print

Comments

comments

VOTING POLL