ગાંધીધામના 36 લાખના દારૂ પ્રકરણમાં તપાસનાે ધમધમાટ

January 6, 2017 at 11:32 pm


ટ્રેલર ચાલક હજુ પણ ઝડપાયો નથી ઃ સ્થાનિક પાેલીસ ઉંઘતી ઝડપાઈ

સરહદી રેન્જની આર.આર સેલની ટુકડીએ ગઈકાલે રાત્રિ દરમિયાન 36.60 લાખનાે ઇંગલિશ દારૂ ઝડપી પાડ્યો હતાે. આ કેસમાં તપાસનાે દોર આગળ ધપાવવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતાે મુજબ પૂર્વ બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નીલકંઠ પા?કગ પ્લોટમાં એસ.ડી.ડી.ફાઈનાન્સ કંપનીએ સીઝ કરેલા કન્ટેનર ટ્રેલર નં. આર.જે.ર7.જી.એ.પ08રના સીઝ તાેડીને ચેક કરતા તેમાંથી ઇંગલિશ દારૂ અને બિયર સહિત 3660600નાે મુદ્દામાલ મળી આવ્યો હતાે. ગાંધીધામ બી ડિવિઝન પાેલીસ મથકે ટ્રેલર ચાલક સામે ફરીયાદ નાેંધાવાઈ હતી. આ દારૂનાે મુદ્દામાલ કોનાે છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. સ્થાનિક પાેલીસ ઉંઘતી રહી ગઈ અને આર.આર.સેલે સફળ દરોડો પાડ્યો હતાે. આ સમગ્ર કિસ્સામાં તલસ્પશીૅ તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્વ કચ્છમાં દારૂની બદ્દી ધમધમે છે. તેમ છતાં કોઈ પગલા લેવાતા નથી. જો આર.આર.સેલને બાતમી મળી જતી હોય તાે સ્થાનિક પાેલીસને કેમ બાતમી ન મળે તે વાત અનેક સવાલો ઉભા કરે છે. આ અંગે તટસ્થ તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL