ગાંધીધામમાં ચોરાઉ ભંગારનાે જથ્થો ઝડપાયો

February 9, 2018 at 9:11 pm


આર.આર.સેલની ટીમનું સફળ આેપરેશન

ભુજ આર.આર.સેલની ટીમે ગાંધીધામમાં ગેરકાયદેસર લોખંડનાે ભંગારનાે જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતાે.

જાણવા મળતી વિગતાે મુજબ પેટ્રાેલીંગ દરમિયાન ગુ.હા.બાેર્ડ નજીક પેરાજભાઈ ભાનુશાલીના ભંગારના વાડામાં ટેમ્પાે નં. જીજે.1ર.એ.ઝેડ.6694 તેમજ છકડા નં. જીજે.1ર.એ.ઝેડ.688પને ચેક કરતાં તેમાંથી ભંગારનાે જથ્થો મળી આવ્યો હતાે. ત્રણ ઈસમો ભંગારના વાળામાં ભંગાર ઉતારતા હતા. પેરાજભાઈ ભાનુશાલી વાડાના માલિક હતા. જ્યારે ટેમ્પાે નં. જીજે.1ર.એ.ઝેડ.6694ના ચાલક ફકિરમામદ ઉફેૅ આેસમાણ કોરેજા હોવાનું જણાવાયું હતું. જ્યારે છકડાના ચાલક ભાઈચંદભાઈ દેવીપૂજક હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય ઈસમો સામે બીલ-આધાર પુરાવા ન હતા. પાેલીસે ર090 કિલો ભંગાર કિ.રૂા. 41800નાે મળી આવ્યો હતાે. વાહન સહિત 191800નાે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ત્રણેય ઈસમો સામે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં આર.આર.સેલની ટીમ જોડાઈ હતી. પૂર્વ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતાે. તેવું તપાસનીસે જણાવ્યું હતું. આ જથ્થો ક્યાંથી આવ્યો હતાે, કોને પહાેંચાડવાનાે હતાે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ હકિકતાે ખુલવા પામે તેમ છે. દરોડાની સફળ કામગીરીમાં આર.આર.સેલનાે સ્ટાફ જોડાયો હતાે.

print

Comments

comments

VOTING POLL