ગાંધીધામમાં માતા અને બહેનની છરીના ઘા ઝીંકી હત્યા

February 17, 2017 at 1:16 pm


કચ્છ-ભુજના ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરી વિસ્તારમાં દેવીપૂજક પરિવાર પર તિક્ષણ હથીયારના ઘા ઝીંકી હમલો કરતા માતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે વધુ એક પુત્રીને ગંભીર ઈજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. બનાવના પગલે ગાંધીધામમાં સનસનાટી મચી જવા પામી છે. બનાવની જાણ થતાં આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ મહિલાની ત્રીજી પુત્રીને ઉઠાવી લઈ આકરી પુછપરછ હાથ ધરી છે. પોલીસની પુછપરછમાં પારીવારીક ડખ્ખો હોય સગી પુત્રીએ જ માતા-પુત્રીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. બનાવના પગલે દેવીપૂજક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામમાં આવેલ નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા રાજીબેન કસ્તુરીભાઈ દેવીપૂજક ઉ.વ.63 નામની વૃધ્ધા અને તેની પુત્રી આરતી ઉ.વ.23 તેમજ પુત્રી મધુ ઉ.વ.20 ગતરાત્રીના તેના ઘેર હતા તે દરમ્યાન પુત્રી મંજુએ ઉશ્કેરાઈ જઈ છરીના ઘા ઝીંકી નાસી જતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં માતા રાજીબેન અને પુત્રી આરતીનું મોત થયું હતું. જયારે મધુને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
બનાવના પગલે ગાંધીધામ શહેરમાં ખળભળાટ મચી ગયો છે. બનાવના પગલે એફએસએલ તેમજ ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા દેવીપૂજક રાજીબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.
દરમ્યાન એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ જે.પી.જાડેજા સહિતના સ્ટાફે દેવીપૂજક મકાનમાંથી કેટલાક હથીયારો કબજે કરી પોલીસની વિશેષ તપાસમાં કેટલાક સમયથી ગૃહ કંકાસ ચાલતો હોય જેના પગલે ગતરાત્રીના નિંદ્રાધીન હાલતમાં સુતેલી માતા અને બે બેન પર છરીના ઘા ઝીંકયાની શંકાએ પોલીસે રાજીબેનની પુત્રી મંજુને ઉઠાવી લઈ આકરી પુછપરછ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL