ગાંધીધામમાં વોર્ડન ઉપર હુમલામાં લોકોએ આેસ્લો માગૅ બ્લોક કયોૅ

May 19, 2017 at 10:39 pm


પાેલીસની આરોપીને પકડવાની ખાત્રી બાદ મામલો શાંત પાડ્યો

ગાંધીધામના આેસ્લો સર્કલ પાસે કાર ચાલકે ટ્રાફિક વોર્ડન ઉપર હુમલો કરીને નાીસ ગયા બાદ રાત્રિના લોકોએ પાેલીસ સામે આક્રાેશ વ્યક્ત કયોૅ હતાે અને પાેલીસ આરોપીને પકડવામાં નિ»ફળ જતા શુક્રવારે લોકો આેસ્લો સર્કલ માગૅ બ્લોક કરી દેતા ટ્રાફિક જામ થઈ ગયો હતાે. પાેલીસ અધિકારીઆેની આરોપીને પકડવાની ખાત્રી પછી માંડ-માંડ મામલો શાંત પડâાે હતાે.
ગાંધીધામના આેસ્લો સર્કલ પર ગુરૂવાર સાંજે 7ઃ30 વાગ્યા અરસામાં ટ્રાફિક વોર્ડન મનીષભાઈ ગાેપાલ મહેશ્વરી અને અશોકભાઈ દામજીભાઈ મહેશ્વરી ફરજમાં હતા ત્યારે ઈનાેવા કાર નં. જીજે.18.બી.બી.00ર7ના ચાલક અને તેની સાથેના બે શખ્સાેએ ટ્રાફિક વોર્ડન મનીષભાઈ અને અશોકભાઈ ઉપર લોખંડની આટીવાળા ધોકાથી હુમલો કરીને ઈજાઆે પહાેંચાડી નાસી ગયા હતા.

આ બનાવના પગલે લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. રાત્રિના લગભગ 11 વાગ્યા સુધી માથાકુટ ચાલતી હતી. દરમિયાન પાેલીસ કાર ચાલક સહિત ત્રણ આરોપીને પકડવામાં નિ»ફળ નિવડતા સવારે 11 વાગ્યે લોકોએ આેસ્લો સર્કલ પર એકઠા થઈને ચારેય બાજુના માગૅ બ્લોક કરી દીધા હતા. આરોપીને પકડવાની માંગ સાથે લોકોએ રોડ બ્લોક કરી દેતા ટ્રાફિક જામ થઈ ગયો હતાે. પાેલીસ અધિકારીઆે અડધા કલાક પછી ઘટના સ્થળ ઉપર પહાેંચ્યા હતા. આરોપીઆેને પકડવાની ખાત્રી આÃયા બાદ આખો મામલો શાંત થયો હતાે.

print

Comments

comments

VOTING POLL