ગાંધીધામમાં સી.એ.ના ઘરમાંથી 1.10 લાખની ચોરી

May 16, 2018 at 10:49 pm


ગાંધીધામના સેક્ટર – 4માં તસ્કરોએ સી.એ.ના મકાનને નિશાન બનાવી રસાેડાની ગ્રીલ તાેડીને અંદરથી રૂા. 1.10 લાખની માલમતા ચોરી કરીને લઈ ગયા હતા.

ગાંધીધામ બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના સેક્ટર-4 મકાન નંબર 1પરમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટ અમીનભાઈ મધુકાંત ધરમશી (જૈન)ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરના રસાેડાની ગ્રીલ તાેડીને અંદર પ્રવેશ કરીને રોકડા રૂા. 80 હજાર, રૂા. 30 હજારનું એક લેપટોપ સહિત કુલ્લ 1.10 લાખની માલમતા ચોરી કરીને લઈ ગયા હતા. મકાન માલીકે નાેંધાવેલી ફરીયાદના આધારે પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

પરંતુ પુર્વ કચ્છમાં અને તપાસ કરીને ગાંધીધામ સંકલમાં ચોરીના બનાવ અતિ ચિંતાજનક છે. સંકુલમાં અસામાજીક પ્રવૃતિઆે વધી છે. લોકો ઉપર હુમલા થઈ રહ્યાા છે. ખુદ કાયદાના રક્ષકો સુરક્ષીત નથી તેવામાં લોકોની સુરક્ષા કેવી રીતે કરાશે તે એક મોટો પ્રન છે.

તાજેતરમાં રૂા. 8 લાખથી વધુની ચોરી થઈ હતી. તેની સાહી શુકાઈ નથી તેવામાં સી.એ.ના મકાનને નિશાન બનાવી પરિવાર ઘરમાં સુતાે હતાે અને તસ્કરો ચતુરાઈથી રસાેડાની ગ્રીલ તાેડીને ઘરમાંથી 1.10 લાખની મતા ચોરી કરીને લઈ ગયા છે. પાેલીસે હરકતમાં આવવું જરૂરી છે. સંકુલમાં વધતી જતી અસામાજીક પ્રવૃતિઆે – બદીઆેને ડામવી જરૂરી છે. જિલ્લા પાેલીસ વડા પગલા ભરે તેવી માંગ ઉઠી છે.

print

Comments

comments

VOTING POLL