ગાંધીધામમાં હોમગાર્ડના જવાનનાે આપઘાત

May 19, 2017 at 10:15 pm


નાગલપરમાં યુવતિએ દવાથી અનંતની વાટ પકડી ઃ રાપરમાં યુવાનનાે મૃતદેહ મળ્યો

પૂર્વ કચ્છના ગાંધીધામ, નાગલપર અને રાપરમાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં એક યુવતિ સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા છે.
ગાંધીધામ બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના નવજીવન સાેસાયટીમાં રહેતા હોમગાર્ડના જવાન પરેશ વેરશીભાઈ મહેશ્વરી (ઉ.વ.33)એ તેના ઘરે ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો છે. જવાનના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને પાંચ વર્ષ પહેલા તેમણે છુટાછેડા લઈ લીધા હતા. છુટાછેડા લીધા હોવાનું લાગી આવતા યુવાને ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પાેલીસે કહ્યું હતું. વધુ તપાસ ખમીશાભાઈ રાજાએ હાથ ધરી છે.

બીજા બનાવમાં રાપર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, રાપરમાં પાંજરાપાેળ પાછળ રહેતા છગનભાઈ હરીભાઈ ગાેહિલ (ઉ.વ.36) તા. 1ર-પ-17ના ઘરેથી લાપતા બન્યા હતા. બાદમાં આજે બાવળની ઝાડીમાંથી કોહવાય ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતાે. મોત શંકાસ્પદ હોવાથી પાેલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યો છે. તેનાે રિપાેર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે તેમ પાેલીસે કહ્યું હતું. વધુ તપાસ જે.એમ.ગઢવીએ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં અંજાર પાેલીસે કહ્યું હતું કે, મોટીનાગલપરમાં રહેતા નંદનીબેન પ્રભુલાલ વરૂ (ઉ.વ.ર0) ત્રણ માસ પહેલા સગપણ ફોક થયુ હોય તેનું લાગી આવતા મનદુઃખ રાખીને પાેતાના ઘરે ઘઉંમાં છાંટવાની ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં તેણીનું મૃત્યુ નિÃજ્યું હતું. વધુ તપાસ સુખદેવિંસહ જાડેજાએ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL