ગાંધીધામ તાલુકા પંચાયતની કારોબારી સમિતિમાં સભ્યો – ટીડીઆે સામ-સામે

January 12, 2018 at 10:55 pm


સરપંચોના મનસ્વી નિર્ણય સામે આક્રાેશ, વિકાસકામોમાં સભ્યની સલાહ લેવા કહેવાયુ

ગાંધીધામ તાલુકા પંચાયત કચેરી ખાતે બપાેરે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામીણ વિસ્તારમાં થતા કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યાાે છે. અને કાગળ ઉપરના કામો જમીન ઉપર ઉતરતા નથી. તેવા આક્ષેપાે સાથે સભ્યો ટીડીઆે પગલા ભરવાનું કહ્યું હતું.

ગ્રામીણ વિસ્તારમાં સરપંચો મનમાની કરી રહ્યાા છે. માત્ર ચુનીંદા વિસ્તારોમાં કામો કરાયા છે અને મોટાભાગના કામો માત્ર કાગળ ઉપર થયા છે. જમીન ઉપર ઉતર્યા નથી. રૂપિયાના ચુકવણા થઈ ગયા. સÇયોની કોઈ રાય લેવાતી નથી. વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યાાે છે. કામો થતા નથી. લોકો પરેશાન છે. અમારે ભ્રષ્ટાચારના પાપમાં ભાગીદાર થવું નથી. તેવા આક્ષેપાે સાથે કારોબારી ચેરમેન રમેશભાઈ મ્યાત્રા સહિતના તમામ સÇયોએ ટીડીઆેને પગલા ભરવાનું કહ્યું હતું.

તેમજ તાલુકા પંચાયતના સÇયો કરે તે જ કામો તાલુકા પંચાયતની ગ્રાન્ટો અને આયોજન લેવાનું કહેતા ટીડીઆેએ ગાંધીનગરના પરીપત્રનાે હવાલો આપીને સરપંચોને પ્રાધાન્ય આપવાનું કહ્યું હતું તાે કારોબારી ચેરમેને તે પરિપત્ર લેટર મુકતા તે આપવામાં ટીડીઆે અસમર્થ રહ્યાા હતા. તેવામાં કારોબારી સમિતિએ કામોના લીસ્ટ સાથે ઠરાવ કરાવનું નક્કી કર્યું હતું અને ટીડીઆેને પણ કહ્યું હતું. બાદમાં મીડીયાની મોજુદગીથી તત્કાલીન મામલો શાંત થયો હતાે. પછી ટીડીઆેની ચેમ્બરમાં કારોબારી સમિતિના સÇયો અને ટીડીઆે વચ્ચે બેઠક થઈ હતી.

સરપંચો મનસ્વી નિર્ણય લઈ રહ્યાા છે. તેની સામે પંચાયતે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તેવામાં હવે ટીડીઆે પગલા ભરશે તે જોવાનું રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL