ગાંધીધામ પાલિકાના પદાધિકારીઆેએ ટપ્પર ડેમનું નિરીક્ષણ કર્યું

March 12, 2018 at 10:45 pm


નર્મદાના નિરથી ડેમ ભરવાનું શરૂ કરતા ગાંધીધામ સમસ્યા હલ થવાના એંધાણ

ગાંધીધામ – આદિપુર પીવાના પાણીની હાડમારી વચ્ચે ટપ્પર ડેમ નર્મદા નીરથી ભરવાનું શરૂ કરાતા મહદઅંશે સમસ્યા હલ થવાના એધાણ વતાૅય રહ્યાા છે. પાલિકા પ્રમુખે પદાધિકારીઆે સાથે ટપ્પર ડેમનું નિરક્ષણ કરી સ્થિતિનાે તાગ મેળવ્યો હતાે.
ગાંધીધામ – આદિપુર જોડીયા શહેરોમાં પીવાના પાણીની હાડમારી વચ્ચે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ટપ્પર ડેમને નર્મદાના પાણીથી ભરવા માટે રજુઆત કરી હતી. જેનાં પગલે મુખ્યમંત્રીએ તાકિદે ટપ્પર ડેમ ભરવા માટે શક્ય તેટલે પાણીનાે જથ્થો આપવાનું કરીને સંબંધીત વિભાગાેને સંકલન કરીને ટપ્પર ડેમ નર્મદાના નીરથી ભરવા માટેનું કહેવાયા બાદ 9મી માર્ચથી નર્મદાના નીરથી ટપ્પર ડેમ ભરવાનું શરૂ કરાયું છે.

પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ કાઉન્સીલર મોમાયાભા ગઢવી, ઉપપ્રમુખ કાનજીભાઈ ભર્યા, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ દિપકભાઈ પારેખ, દિપકભાઈ વોરા અને છગનભાઈ પરડવા સાથે ટપ્પર ડેમનું મુલાકાત લઈને જાત નિરક્ષણ કર્યું હતું અને સ્થિતિનાે તાગ મેળવ્યો હતાે. પાલિકા પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ તાકિદે ટપ્પર ડેમ ભરવાનું શરૂ કરાતા હવે ગાંધીધામની પાણીની સમસ્યા હલ થવાની સંભાવના છે. હવે વરસામેડીથી નર્મદાની સાથે સાથે ટપ્પર ડેમનું પાણી મીક્ષ કરી ગાંધીધામને પીવાના પાણીનાે જથ્થો વધારે અપાય તે અતી જરૂરી બન્યું છે.

print

Comments

comments

VOTING POLL