ગાંધીધામ પાલિકાના ફુડ વિભાગે ખાદ્ય પદાથોૅના આઠ નમુના લીધા

January 6, 2017 at 11:30 pm


ફરીયાદ બાદ કાર્યવાહી ઃ અગાઉ લેવાયેલા સેમ્પલોનાે હજુ સુધી રીપાેર્ટ આવ્યો નથી

ગાંધીધામ – આદિપુર જોડીયા શહેરોમાં આદ્યાે પદાથોૅ ભેળસેળ કરીને વેચવામાં આવતા હોવાની વખતાે-વખત ફરીયાદો ઉઠી છે. તે વચ્ચે પાલિકાના તંત્રએ કાર્યવાહી દેખાઈ તે માટે ફુડ વિભાગે ખાદ્ય પદાથોૅના આઠ નમુનાઆે લઈને લેબાેરેટરીમાં મોકલ્યા છે.

ગાંધીધામ નગરપાલિકાના સુત્રોએ વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પાલિકાના ફુડ વિભાગના ઈન્સ્પેક્ટર દ્વારા ડિસેમ્બર માસમાં અલગ-અલગ દુકાનાેમાંથી કુલ 8 નમુના લેવામાં આવ્યા છે. જેમાં એક ઘી, તૈયાર દાળ, બિસ્કીટ, મીક્ષ ધોકળા, લુજ બિસ્કીટ, વનસ્પતિ ઘી, હળદર અને ધાણાના નમુના લઈને લેબાેરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દિપાવલીના પર્વ પર માંડ-માંડ લીધેલા નમુનાઆે લેબાેરેટરી મોકલ્યા પછી હજુ સુધી તેનાે કોઈ રિપાેર્ટ આવ્યા નથી. તેવામાં ફરી આ આઠ નમુના લઈને લેબાેરેટરી મોકલ્યા છે. હવે રિપાેર્ટ ક્યારે આવશે તેની ફુડ વિભાગને પણ ખબર નથી. પણ રિપાેર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવાની વાત કરાઈ રહી છે.

ગાંધીધામ – આદિપુર જોડીયા શહેરોમાં ઘણા લાંબા સમયથી દુકાનદારો ધંધાથીૅઆે ખાã પદાથોૅમાં ભેળસેળ કરીને ખાã પદાથોૅ વેચતા હોવાની વખતાે-વખત ફરીયાદો ઉઠી છે. પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ કરવાની તસ્દી લેતુ નથી. પરિણામે શહેરીજનાેને ભેળસેળવાળા આã પદાથોૅ ખાવા માટે મજબુર થવું પડે છે. પરિણામે રોગચાળો માથુ ઉચકી રહ્યાાે છે. અગાઉ ફુડ પાેઈઝનના ઘણા કેસ સામે આવ્યા હતા. તે સમયે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરવાના બદલે અમને કોઈએ જાણ કરી નથી તેવું કહીને હાથ ખંખેરી લીધા હતા. મામલો અખબારોમાં આવ્યો હતાે તે પછી પણ ફુડ વિભાગ હરકતમાં આવ્યું ન હતું. ગત ઉનાળામાં પણ ફુડ પાેઈઝનીંગના અનેક કેસ સામે આવ્યા હતા. પરંતુ ફુડ વિભાગ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરતુ નથી. વધારે ફરીયાદો ઉઠે અને લોકો આક્રાેશ વ્યક્ત કરે ત્યારે તંત્ર થોડા નમુના લઈને મામલો થાળે પાડે છે. પછી કરી તે જ સ્થિતી સજાૅય છે. પણ હાલ તાે પાલિકાના ફુડ ઈન્સ્પેક્ટરે નમુના લીધા છે. કામગીરી કરી છે. હવે રિપાેર્ટની રાહ જોવાઈ રહી છે.

print

Comments

comments

VOTING POLL