ગાંધીધામ પાલિકા એજન્સી પાસે વધારાની 1પ00 લાઈટો નખાવશે

January 9, 2017 at 8:52 pm


નવા ડેવલોપ થતા વિસ્તારોમાં લાઈટો લગાડવામાં આવશે

ગાંધીધામ નગરપાલિકા જોડીયા શહેરમાં એલઈડી લાઈટો લગાડતી મહારા»ટ્રની ઈ-સ્માર્ટ કંપની પાસે નવા ડેવલોપ થતા વિસ્તારોમાં વધારાની 1પ00 લાઈટો લગાડાવશે. અને જુની તમામ લાઈટો એજન્સીને આપી દેવાનાે નિર્ણય કરાયો છે.

ગાંધીધામ નગરપાલિકા દ્વારા જોડીયા શહેરોમાં ડીવાઈડરોમાં બાદ કરતા આંતરીક તેમજ મુખ્ય વિસ્તારોમાંથી જુની સ્ટ્રીટ લાઈટો કાઢીને તેની જગ્યાએ નવી એલઈડી લાઈટો લગાડવાનાે કોન્ટ્રાક્ટ મહારા»ટ્રની ઈ-સ્માર્ટ કંપનીને આપવામાં આવ્યો છે. ઠેકો મળ્યા બાદ એજન્સી કંપનીએ એલઈડી લાઈટો નાખવાની કંપનીએ એલઈડી લાઈનાે નાખવાની શરૂ કરતા કોન્ટ્રાક્ટ ઉપર વિવાદ વધ્યો હતાે. જેનાં પગલે ઘણી વખત કંપની પાસે લાઈટો લગાડવાનું કામ બંધ કરાવાયું અને બાદમાં શરૂ કરાવાયું હતું. કોન્ટ્રાક્ટમાં અનેક વિસંગતતાઆે છે. તે વચ્ચે લાઈટો નાખવામાં આવી રહી છે. હવે તાે આ એજન્સી – કંપની પાસે પાલિકા વધુ 1પ00 એલ.ઈ.ડી. લાઈટો નખાવવાની છે. તેનાે વર્કઆેર્ડર આપવાની તજવીજ છે.

કારોબારી સમિતિના લેવાયેલા એજન્ડામાં તંત્રએ જોડીયા શહેરોમાં એલઈડી લાઈટો લગાડવાનું કામ પુર્ણતાના આરે છે તેવું તંત્ર એજન્ડામાં કરી રહ્યું છે. આગળ તંત્ર કહે છે પાલિકાની જુની ઉતારેલી લાઈટો ટેન્ડર અને કરારનામાની શરતાે મુજબ આ કામનાે કોન્ટ્રાક્ટર કંપનીએ લઈ જવાની છે જેથી જે લાબાે આ એજન્સીને આપવગા તથા પાલિકાના નવા ડેવલોપ વિસ્તારો તેમજ જે વિસ્તારોમાં પહેલાથી સ્ટ્રીટ લાઈટની સુવિધા ન હોય તે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો લગાડવાની કામગીરી બાકી છે. જેથી હાલ એજન્સીને વધારાની 1પ00 લાઈટો લગાડવાનાે વર્ક આપવાની મંજુરી આપવા બાબત તેવું એજન્ડા છે.

જેનાં પગલે એજન્સી કંપની હવે વધારાની 1પ00 લાઈટો લગાડશે અને જુની તમામ લાઈટો લઈ જશે. પરંતુ હજુ મેન્ટેનન્સ અને લાઈટબિલ સહિતની બાબતે સ્પષ્ટતા નથી. પાલિકા એજન્સી સાથે વાતચીત કરી રહી છે. તેવામાં તંત્રની આ કામગીરી અંગે આગામી શું નિર્ણય લેવાય તે જોવાનું રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL