ગાંધીબાપુની તસ્વીરી ઝલક સાથેની વિવિધ ચીજવસ્તુઆેનું એક વર્ષમાં રપ લાખનું વેંચાણ

October 12, 2017 at 1:09 pm


પોરબંદરમાં ગાંધીજન્મસ્થળ કીતિર્મંદિર ખાતે એક વર્ષ પૂર્વે ગાંધીહાર્ટને શરૂ કરવામાં આવ્éું હતું અને તેમાં ગાંધીજીના ફોટા અને આકાર સાથેની વિવિધ ચીજવસ્તુઆેને વેચાણ માટે મુકવામાં આવી હતી અને તેમાં એક વર્ષ પૂર્ણ થતાં રપ લાખનું વેચાણ થયું છે.

પોરબંદરના ગાંધી જન્મસ્થળને જોવા, નિહાળવા માટે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભારત અને વિદેશના નાગરીકો મુલાકાત લે છે અને આ ગાંધીજન્મસ્થળે એક વર્ષ પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધી જયંતિએ ગાંધીજીના ફોટા અને આકૃતિ સાથેની ચીજવસ્તુઆેના વેચાણ માટે ગાંધીહાર્ટને લોકો સમક્ષ ખુંુ મુકવામાં આવ્éું હતું. ગાંધીહાર્ટમાં કીચેઇન, પેન, સ્ટેન્ડ, ટી-શર્ટ, સ્ટેચ્યુ, ચરખા, ટેબલ-સ્ટેન્ડ સહિતની વસ્તુઆેને વેચાણ માટે રાખવામાં આવી હતી. ગાંધીહાર્ટમાં વર્ષ દરમિયાન ર3 લાખની રોકડ રકમ દ્વારા અને ર લાખના સ્વાઇપ મશીન દ્વારા તેમ મળીને કુલ રપ લાખનું વેચાણ થયું છે.

print

Comments

comments

VOTING POLL