ગામડાઓ પાક્કા રસ્તાથી મઢાઈ જશે

June 19, 2018 at 10:53 am


ગામડાઓને પાકા રસ્તાઓથી જોડવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને વધુ સચોટ બનાવવામાં આવશે જેનાથી દેશના બાકી બચેલા ગામડાઓ પાક્કા રસ્તાઓથી મઢાઈ જશે. ચાલુ નાણાકીય વર્ષમાં 20 હજાર ગામોને જોડવાનો લક્ષ્યાંક નિર્ધિરિત કરવામાં આવ્યો છે જેના માટે કુલ 61 હજાર કિલોમીટર લંબાઈની ગ્રામ્ય સડકો બનાવવામાં આવશે. તેમાં કુલ 12 હજાર કિલોમીટર લાંબી ગ્રીન ટેક્નોલોજીવાળી સડકો બનાવવામાં આવશે.
એનડીએ સરકારની પ્રાથમિકતાઓમાં ગામડાઓને પાકા રસ્તાથી મઢવાની યોજના અમલી છે. તેના હેઠળ સરકારે દર વર્ષે બજેટમાં ફાળવણી વધારી છે. ગત નાણાકીય વર્ષ 2017-18માં અંદાજે 49 હજાર કિલોમીટર લાંબી સડક બનાવવામાં આવી છે જેમાં સાડા છ હજાર કિલોમીટરની સડક ગ્રીન ટેક્નોલોજી પર આધારિત છે. સડકોના નિમર્ણિની ઝડપ્ને પ્રતિદિવસ વધારીને 133 કિલોમીટર કરી નાખવામાં આવી છે જ્યારે રોજના 32 ગામોને પાકા રસ્તાઓથી જોડવામાં આવે છે. તેનાથી કુલ સાડા અગીયાર હજાર કિલોમીટર લંબાઈની સડકો બનાવવામાં આવી છે. દેશના કુલ 13 રાજ્યોમાં આ યોજનાનો બીજો તબક્કો પૂરો થઈ ચૂક્યો છે જ્યારે 13 રાજ્યોમાં કામ યથાવત છે.
મંત્રાલયના આંકડાઓ અનુસાર માર્ચ 2019 સુધી કુલ 1.78 લાખ ગામ યોજનાની સડકોથી જોડાઈ જશે. યોજનામાં અત્યાર સુધી કુલ 5.50 લાખ કિલોમીટર લંબાઈની સડકો બનાવાઈ ચૂકી છે. નકસલ પ્રભાવિત ક્ષેત્રોની સડક બનાવવાને પણ મંજૂરી આપવામાં આવી છે. ચાલું નાણાકીય વર્ષમાં કુલ 268 સડકો માટે 4134 કિલોમીટર લંબાઈની સડક બનાવવાનો લક્ષ્યાંક નિર્ધિરિત કરવામાં આવ્યો છે જેના માટે 4142 કરોડ પિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સડક બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં બનાવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL