ગારિયાધારમાં બંધ મકાનમાંથી તસ્કરો રોકડ રકમ ઉઠાવી ફરાર

February 13, 2018 at 12:13 pm


પરિવાર લગ્નપ્રસંગે ગયો હતો અને તસ્કરો હાથફેરો કરી ગયા

ગારિયાધારના ગણેશ જીનીગ પાસે રહેતા બાવાજી પરિવારના બંધ મકાનના તાળા નકુચા તોડી તસ્કરો કબાટમાં રાખેલા રોકડા રૂા.35 હજારની ચોરી કરી નાસી છુટ્યા હતા.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધારના ગણેશ જીનીગ પાસે રહેતા બાવાજી પ્રાૈઢ મણીરામ રણછોડદાસ દેવમુરારી (ઉ.વ.55)એ પાન બીડીનો ગલ્લાે ધરાવે છે.
મણીરામભાઇ દેવમુરારી ગત તા.16-12ના રોજ વ્યવહારીક કામ સબબ સહ પરિવાર બહારગામ ગયા ત્યારે તસ્કરોએ તેના બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા, નકુચા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલા રોકડા રૂા.35 હજારની ચોરી કરી નાસી છુટયા હતા.
આ બનાવ અંગે મણીરામભાઇ દેવમુરારીએ ગારિયાધાર પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ચોરીનો ગુનો નાેંધી વધુ તપાસ પી.એસ.આઇ. આૈસુરીએ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL