ગારિયાધાર રહેણાંકના મકાનમાં આગ ભભુકી ઉઠતા ઘરવખરી ખાખ

September 13, 2017 at 1:49 pm


ગારિયાધાર નગરપાલિકાના કર્મચારીના રહેણાંકના મકાનમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી જેમાં ઘરની ઘરવખરી પંખા, ફ્રીઝ, ઇલેકટ્રીક વાયરીગ સળગી ઉઠયું હતું જેને ફાયર બિ્રગેડે સ્ટાફે પાણી છાંટી આગ આેલવી નાખી હતી.
ગારિયાધાર નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા દિપકભાઇ પાઠકના મકાનમાં બપોરના સુમારે એકાએક આગ લાગી હતી.
જોત જોતમમાં આગે મકાનને ભરડામાં લઇ લેતા આગમાં ગાદલા, ગોદડા, ફન}ચર, ઘરની ઘરવખરી, ફ્રીઝ, પંખા, ઇલેકટ્રીક વાયરીગ સળગી ઉઠéું હતું.
આ આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને પાણી છાંટી આેલવી નાખી હતી સદનસીબે આગથી કોઇને ઇજા થઇ ન હતી આગ શોર્ટ સક}ટના કારણે લાગી હોવાનું જાણવા મળેલ છે.

print

Comments

comments

VOTING POLL