ગાલા ડિનરમાં 5000 રૂા.ની ડિશ

January 10, 2017 at 11:08 am


મહાત્મા મંદિરની છત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યંત જાજરમાન ભોજન સમારોહની ભોજન થાળીમાં ગુજરાતી ભોજન પિરસાશે પરંતુ તેની એક થાળીની કિંમત રૂપિયા 5000 જેટલીપ્રજાની તિજોરીમાંથી ચૂકવાશે.

મહાત્મા મંદિરની છત્ત પર યોજાનાર આ રાજકીય ભોજનમાં આંગળીના વેઢા ગણી શકાય તેવા 100 લોકો ભાગ લઈ રહ્યા છે. નેવીબેન્ડની ધૂન વચ્ચે પિરસાનાર ભોજનમાં ડ્રાયફૂટ શિખંડ, જલેબી, ભીડો, કઢી, ઢોકળા, સુરતી ઉંધીયુ, ભાત, ખાંડવી, દહી, કેરીનો મુરબ્બો, રોટલી, પુરી, રોટલા, વઘારેલી ખીચડીનો સમાવેશ થયો છે.
નેવીબેન્ડની વેલકમ ટયુન બાદ તુર્તજ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિનાગીતો રાવણ હથ્થો, મંજીરા, જોડીયા, પાવા તેમજ લોકવાદ્યાેની સુરાવલી વહેતી રહેશે.

મહાત્મા મંદિરની છત પર અત્યંત ખર્ચાળ તેવુ યુરોપીયન ઘાસ બિછાવવામાં આવ્યું છે. તેના પર સ્પેશ્યલ ટર્ફનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન દ્વારા યોજવામાં આવેલ રાજકીય ભોજનમાં માત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે આ સિવાય એકપણ મંત્રીને બોલાવવામાં આવ્યા નથી.

print

Comments

comments

VOTING POLL