ગાેંડલના જામવાળી પાસે રૂા.1.39 કરોડના જીરૂની છેતરપિંડી

September 11, 2018 at 12:04 pm


રાજકોટ જિલ્લામાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન ગાેંડલના જામવાળી પાસે ગોડાઉનમાં રાખેલા જીરા પર 1.39 કરોડની લોન લઈ કૌભાંડ આચરનાર પાંચ શખસો સામે પોલીસમાં ફરિયાદ નાેંધાતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે પોલીસે રાજકોટ, જસદણ, સુરત સહિતના પાંચ શખસો સામે ગુનો નાેંધી આરોપીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. આરોપીઆેએ રૂા.1.39 કરોડના જીરામાં ધૂળ ભેળવી સારો માલ કાઢી રૂા.38.40 લાખનું જીરૂ બારોબાર વેચી નાખ્યાનું પણ બહાર આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટાર એગ્રાે વેર હાઉસ એન્ડ કોલેટ રોલ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના અધિકારી સુરેશ રમેશભાઈ શમાર્એ ગાેંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવી છે જેમાં આરોપી તરીકે કલ્પેશ જયંતી વઘાસિયા (રહે.જસદણ), ભાવિન કૈલાશપરી ગોસાઈ (રહે.રાજકોટ), પ્રવીણ દલસુખ પંચાલ, ઋષિત ભૂપત દેસાઈ અને ભૂપત કેશા દેસાઈ (રહે.ત્રણેય સુરત)ના નામો આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, કલ્પેશ અને પ્રવીણે ગાેંડલ તાલુકાના જામવાળી પાસે આવેલ જયંતીભાઈ ગોવિંદભાઈ સાટોડિયાનું ગોડાઉન ભાડે રાખી તેમાં રાખેલ જીરૂના સ્ટોક પર 2.49 કરોડની લોન લઈ લોન મળ્યા બાદ બેન્કના કર્મચારી ભાવિન કૈલાશપરી ગોસાઈને સાથે રાખી જીરૂમાં ઘુસો તેમજ ધૂળની ભેળસેળ કરી સ્ટાર એગ્રી કંપની સાથે રૂા.1.39 કરોડની છેતરપિંડી કરી તેમજ ગોડાઉનમાં ભેળસેળ વગરનું જીરૂ છે તેવું બેન્કનો કર્મચારી ભાવિન ગોસાઈ પાસે પાસ કરાવી કૌભાંડ આચયંર્ું હોય જેની શંકા જતાં તેમજ ગોડાઉનનું ભાડું ન ચૂકવતા ગોડાઉન માલિકે બારોબારથી ગોડાઉનમાં તાળું મારી દેતાં આ પાંચેય શખસોએ સાથે મળી ગોડાઉનમાંથી 38.40 લાખની કિંમતની જીરૂની 400 ગુણી બારોબાર ચોરી ગયાનું જણાવતા એલસીબીના પીઆઈ જે.એમ. ચાવડા સહિતના સ્ટાફે ગુનો નાેંધી આરોપીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

print

Comments

comments

VOTING POLL