ગાેંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો રિપોર્ટ સાંજ સુધીમાં આવી જશેઃ કલેકટર

February 1, 2018 at 2:13 pm


ગાેંડલ ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ માનવસર્જિત હોવાનું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે તેવી વાત રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ અંગેની તપાસ પ્રાંત અધિકારી, પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા ચાલી રહી છે અને સાંજ સુધીમાં આ ત્રણેયનો રિપોર્ટ મળી જશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.

કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી આેઈલ અને ગ્રીસના બેરલ મળી આવ્યા છે. ગોડાઉનમાં ઈલેિક્ટ્રક કનેકશન નથી તેથી આ માનવસર્જિત કૃત્ય હોય તેવું પ્રાથમિક દૃિષ્ટએ જણાઈ રહ્યું છે. આમ છતાં ડિટેઈલ રિપોર્ટ મળ્યા બાદ તેનો અભ્યાસ કરીને સરકારને મોકલવામાં આવશે.

ગાેંડલ જેવી ઘટના અન્ય કોઈ ગોડાઉનમાં ન બને તે માટે અન્ય તમામ 43 ગોડાઉનમાં સીસીટીવી કેમેરા તાત્કાલીક લગાડવાની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત રાઉન્ડ ધ કલોક સિકયુરિટી ગાર્ડ રાખવામાં આવશે અને કોઈ વ્યિક્ત આવે કે જાય તેની એન્ટ્રી માટે રજિસ્ટર નિભાવવાની સૂચના આપી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL