ગાેંડલ રોડ પરથી બંદૂક અને કાટિર્સ સાથે પરપ્રાંતીય શખસ ઝડપાયો

July 11, 2018 at 3:29 pm


આગામી 14 તારીખે જગન્નાથજીની રથયાત્રાના આયોજન સંદર્ભે ગુજરાત પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆેજીએ નાઈટ પેટ્રાેલીગ દરમિયાન ગાેંડલ રોડ પરથી ઉત્તરપ્રદેશના શખસને 12 બોરની બંદુક અને 6 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈ આકરી પુછપરછ કરતા સિકયુરીટીની નોકરી માટે હથીયારની જરૂર હોય અને વધુ પગાર મળે તે માટે હથીયાર લઈ આવ્યાનું રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં આગામી 14 તારીખે જગ્ગનાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી દિપક ભટ્ટ, એસીપી ક્રાઇમની સૂચનાથી પોલીસ દ્વારા સઘન પેટ્રાેલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે એસઆેજી પીઆઇ ગડુ, પીએસઆઇ એચ એમ રાણા, આે પી સીસોદીયા, આર કે જાડેજા, માનરુપગીરી ગોસ્વામી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિજુભા ઝાલા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, નિર્મલસિંહ ઝાલા, મેહુલભાઈ ગઢવી, મોહિતસિંહ જાડેજા, qક્રપાલસિંહ ચુડાસમા, કૃતષ્ણદેવસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ પરમાર તથા રણછોડભાઈ સહિતનો સ્ટાફ પેટ્રાેલિંગમાં હતો ત્યારે ગિરિરાજસિંહ અને જીતુભાને ખાનગીરાહે હકીકત મળી હતી કે શહેરના ગાેંડલ રોડ ઉપર બોલબે પેટ્રાેલ પમ્પ નજીક એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરી રહ્યાે છે આ બાતમી આધારે દોડી જઈ મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાના વાજીદપૂર ગામના અને હાલ રાજકોટના પેલેસ રોડ ઉપર રહેતા જગબીરસિંગ પંચમસિંગ ઠાકુર નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી 12 બોરની બંદૂક અને 6 જીવતા કાર્ટીસ સહીત 25,600 રુપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સ હથિયાર કોને વેચવા આવ્યો હતો અને કોણ ગ્રાહક હતું તે સહિતના મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL