ગાેંડલ રોડ પર સામસામે બાઈક અથડાતા બાળકનું મોતઃ બેને ઈજા

June 13, 2018 at 4:02 pm


ગાેંડલ રોડ પર પારડી ગામ પાસે લાઈફ હોસ્પિટલની નજીક સામસામે બાઈક અથડાતા બે યુવાનોને ઈજા પહાેંચી હતી જયારે સાથે રહેલા બાળકને ગંભીર ઈજા થતાં તેનંુ મોત નિપજયું હતું. બનાવના પગલે શાપર પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ પાસેના કવાર્ટરમાં રહેતો મુન્ના રામનાયક યાદવ, તેનો પુત્ર યુવરાજ યાદવ ઉ.વ.3 તથા મુકેશ સુભાષરાય ઉ.વ.24 નામના બે યુવાન બાળક સાથે બાઈક પર ગઈકાલે રાત્રીના 9 વાગ્યે જતા હતા ત્યારે પારડી પાસે લાઈફ હોસ્પિટલ પાસે પહાેંચતા સામેથી આવતા બાઈક સાથે બાઈક અથડાતા બન્નેને ઈજા થઈ હતી. જયારે બાળક યુવરાજને ગંભીર ઈજા થતાં તેનું ટુંકી સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયું હતંુ. બનાવ અંગેની જાણ શાપર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે આ અંગે પ્રાથમીક તપાસ હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં પુજારા પ્લોટ શેરી નં.9માં રહેતી શ્વેતા જયેશભાઈ પરમાર ઉ.વ.25 નામની યુવતી ગઈકાલે સાંજે 8 વાગ્યે તેના ઘરે હતી ત્યારે ઉલટી થતાં બેભાન થતાં સારવારમાં ખસેડવામાં આવતા તબીબોએ તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.

print

Comments

comments

VOTING POLL