ગીતાનગરમાં ડ્રેનેજ પ્રશ્ને મનપા સ્ટાફ–રહીશો વચ્ચે ધબધબાટ

February 13, 2018 at 3:24 pm


રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13માં ગાેંડલ રોડ પર એસ.ટી.વર્કશોપની પાછળ આવેલા ગીતાનગર વિસ્તારમાં એકાંતરા-બે દિવસે ડ્રેનેજ ચોકઅપ થઈ જતી હોય આ મુદ્દે છેલ્લા એક મહિનાથી લતાવાસીઆે મહાપાલિકામાં લેખિત, મૌખિક, રૂબરૂ, ટેલિફોનિક રજૂઆતો કરી રહ્યા હતાં. દરરોજ દિવસ ઉગે ને ડ્રેનેજ ચોકઅપ થઈ જતી હોય ગીતાનગરના રહીશોએ ડ્રેનેજનું ગંદુ પાણી પોતાના ઘરમાં ન આવી જાય તે માટે શેરીના નાકે સિમેન્ટના નાના પાળા બનાવ્યા હતા. દરમિયાન આ અંગે કોઈએ મહાપાલિકામાં ફરિયાદ કરતાં આજે જાહેર રજાના દિવસે મનપાનો સ્ટાફ વિજિલન્સ પોલીસને સાથે લઈને તે પાળા દૂર કરવા માટે પહાેંચ્યો હતો જે નિહાળીને લતાવાસીઆે વિફર્યા હતા. લતાવાસીઆેએ એવો આક્ષેપ કર્યો હતો કે ડ્રેનેજ ચોકઅપ થવાનું બંધ કરાવી શકતાં નથી અને લોકોએ પોતાની રીતે જ ઘરમાં ગંદૂ પાણી ન આવે તે માટે શોધેલો ઉપાય દૂર કરવા મનપા સ્ટાફ આવી પહાેંચતાં રોષ ભભૂક્યો હતો અને ટોળા એકત્રિત થઈ જતાં ધબધબાટી બોલી ગઈ હતી.

વિશેષમાં આ અંગે વોર્ડ નં.13ના કાેંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે કોઠારિયા અને ખાસ કરીને વાવડી વિસ્તારની ખુંી ગટરોનું પાણી ગીતાનગર સુધી આવે છે અને ગીતાનગરના ડ્રેનેજ મેનહોલમાં ખુંી ગટરનું જોડાણ આપવામાં આવ્યું છે. કોઠારિયા અને વાવડી વિસ્તારની ખુંી ગટરમાં મોટાપાયે પ્લાસ્ટિક તેમજ બોટલો વિગેરે અન્ય પદાર્થો પણ આવતાં હોય છે તે ડ્રેનેજ ગટરની લાઈનમાં ઘૂસી જાય છે અને તેના લીધે દર બે દિવસે ગીતાનગરની ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે. ડ્રેનેજ છલકાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લતાવાસીઆેએ ડ્રેનેજ ચોકઅપ થાય ત્યારે ગટરનું ગંદુ પાણી ઘરમાં ન ઘૂસી જાય તે માટે શેરીના નાકે સિમેન્ટના નાના-નાના ક્યારા બનાવી લીધા હતા. સિમેન્ટ આ ક્યારા કોઈને નડતર રૂપ ન હતા પરંતુ આ અંગે કોઈએ મહાપાલિકામાં ફરિયાદ કરતાં આજે મનપાનો સ્ટાફ તે પાળા તોડવા માટે આવ્યો હતો જેથી લોકરોષ ભભૂક્યો હતો અને ટોળા એકત્રિત થઈ ગયા હતા.

તેમણે ઉમેર્યું હતું કે બનાવની જાણ થતાં પોતે સ્થળ પર દોડી ગયા હતાં. આ વેળાએ શેરીના નાકે બનાવેલા પાળા તોડાવવા માટે ભાજપ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરે આ અંગે મહાપાલિકામાં ફરિયાદ કરી હોવાનો પણ આક્ષેપ લતાવાસીઆેએ કર્યો હતો.

જ્યારે વોર્ડ નં.13ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિદેવ હરિ વાલા ડાંગરનો આ અંગે સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ગીતાનગરની શેરીઆેના નાકે બનાવાયેલા પાળા અંગે મહાપાલિકામાં અમે કોઈ ફરિયાદ કરી નથી પરંતુ જે રીતે સિમેન્ટના પાળા બનાવવામાં આવ્યા હતા તે પાળા નહી પરંતુ મોટા સ્પીડબ્રેકર હતા અને ગેરકાનૂની ધોરણે બનાવાયા હતા આથી આ બાબત તંત્રના ધ્યાને આવી હશે તેથી તંત્ર તે દૂર કરવા માટે આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે મહાપાલિકાની ટીમ આવી તે સમયે તેઆે સ્થળ પર ન હતા અને તેઆે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા તે દરમિયાન તેમને ગીતાનગરના રહીશો તરફથી ટેલિફોનિક રજૂઆત મળી હતી પરંતુ તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે ગેરકાયદે હશે તો તંત્ર દૂર કરશે જ. તે માટે તેઆે કોઈને ભલામણ કરશે નહી.

ગીતાનગરમાં આજે બપોરે લતાવાસીઆે અને મનપા સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધબધબાટી બોલી જતાં વિજિલન્સ પોલીસને દોડાવાઈ હતી પરંતુ વિજિલન્સ પોલીસને પણ પરિસ્થિતિ વધુ બિચકવાની ભીતિ જણાતાં તેમજ 150થી 200 લોકોનું ટોળું એકત્રીત થઈ ગયું હોય તાકિદની અસરથી માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી અને માલવિયાનગર પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહાેંચતાં અંતે મામલો થાળે પડયો હતો.

print

Comments

comments

VOTING POLL