ગીર-સોમનાથમાં છ માસથી નાસ્તો-ફરતો શખસ દેશી બંદૂક સાથે ઝડપાયો

November 14, 2017 at 11:55 am


ગીર-સોમનાથ જીલ્લા એસ.ઓ.જી. એ છેલ્લા છ માસથી નાસતા ફરતા પાણીકોઠા ગામના આરોપીને જામગરી બંદુક સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. ડો.રાજકુમાર પાંડયનની સુચનાથી જીલ્લા પોલીસ વડા હીતેશ જોયસર દ્વારા કાયદો વ્યવસ્થા સદ્યન બનાવવામાં કામગીરી હાથ ધરેલ છે. આ કામગીરીમાં ડી.વાય.એસ.પી. એસ.એમ.પરમાર, એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. જે.વી.ધોળા, એ.એસ.આઇ. પી.પી.રામાણી, હે.કો.નરવરસિંહ, ચીમનભાઇ, કેતનભાઇ, વિજયભાઇ, ગોવિંદભાઇ સહીતના સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન સોમનાથ મરીન પોલીસમાં નોંધાયેલા ગુન્હા હેઠળ છેલ્લા છ માસથી નાસતા ફરતો આરોપી તાલાલા તાબાના પાણીકોઠા ગામે રહેતો ડફેર અકબર રહેમતુલ્લા કેવર ઉ.વ.19 ને જામગરી બંદુક સાથે દો-ભાઇની દગર્હિ પાસેના જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધેલ અને આ આરોપી સામે હથીયાર ધારાનો અલગથી બીજો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

print

Comments

comments

VOTING POLL