ગુજજુ ગર્લના વાળ છેક જમીન સુધી પહાેંચે છેઃ ગિનિસ બુકમાં નાેંધાવ્યો રેકોર્ડ

December 25, 2018 at 11:08 am


ઉત્તર ગુજરાતના મોડાસામાં રહેતી નિલાંશી પટેલે પોતાના ઘૂંટણથી પણ લાંબા વાળના કારણે શહેરને સમગ્ર વિશ્વના નકશામાં લાવી દીધું છે. 16 વર્ષની નિલાંશીએ પોતાના 5 ફૂટ અને 7 Iચ લાંબાવાળના કારણે સૌથી લાંબાવાળ ધરાવતી ટીનેજરનો રેકોર્ડ ગિનિસ બુકમાં નાેંધાવ્યો છે. તેના આ સિિÙને 2019ના એડિશનની રેકોર્ડ બુકમાં નાેંધવામાં આવશે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ મુજબ નિલાંશીએ બનાવેલા આ ખાસ રેકોર્ડ વર્ષ 2018માં ત્રણ વખત તૂટી ચૂક્ચો છે. એવામાં તેણે નાેંધાવેલી આ સિિÙ ખૂબ જ ખાસ કહી શકાય. વર્ષની શરુઆતમાં આર્જેન્ટિનાની ટીનેજ ગર્લ અબરિલ લોરેન્જાટ્ટીએ 152.5 સેમી લાંબા વાળ સાથે રેકોર્ડ નાેંધાવ્યો હતો. પરંતુ તે 17 વર્ષની કેઈતો કાવાહારાના 155.5 સેમી વાળની લંબાઈ આગળ તૂટી ગયો. નિલાંશીએ 15 સેમીના અંતરથી આ રેકોર્ડ નાેંધાવ્યો છે.

મોડાસાની બી-કેનેઈ સ્કૂલમાં ધોરણ 10માં ભણતી નિલાંશીને તેની રોમ ટિ²પ દરમિયાન લાંબાવાળના કારણે લોકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી હતી. આ તેની પહેલી ફોરેન ટિ²પ હતી. શિક્ષક દંપતિ બ્રિજેશકુમાર અને કામિનીની એકમાત્ર સંતાન નિલાંશીને બાળપણથી જ છોકરાની જેમ ઉછેરવામાં આવી છે. નિલાંશી કહે છે કે, હું છ વર્ષની હતી ત્યારે બ્યૂટિશિયને મારા ખૂબ જ નાના કરી નાખ્યા હતા. મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. કોઈપણ હેરકટનો ઉલ્લેખ કરે તો હું ખૂબ જ ગુસ્સે થઈ જતી. આ બાદ મારા પરિવારે મારી ઈચ્છા સ્વીકારી અને હવે હું મારા વાળને મારા લકી ચાર્મ સમજું છું.

નિલાંશીએ સ્વીકાર્યું કે તેના વાળની લેવાયેલી નાેંધ અને ફોટોશૂટ તથા મીડિયાની પૂછપરછે તેને સ્પોટ લાઈટમાં લાવી દીધી છે. નિલાંશી કહે છે, પરંતુ મારું ધ્યાન ભવિષ્ય પ્રત્યે કેિન્દ્રત છે. હાલમાં હું જી માટે તૈયારી કરી રહી છું જેથી આઈઆઈટીમાં એડમિશન લઈને કોમ્પ્યુટર અથવા આઈટી એન્જિનિયર બનવાનું મારું સપનું પુરું કરી શકું.

નિલાંશીના પિતા બ્રિજેશકુમાર કહે છે કે એક બાળક અને ટીનેજર તરીકે નિલાંશીએ પેઈન્ટિંગ, મ્યુઝિક, સ્કેટિંગ અને ટેબલ ટેનિસ જેવા અનેક ક્ષેત્રોમાં પ્રયાસ કરી ચૂકી છે. તેઆે આગળ કહે છે કે, પહેલા અમે તેના લાંબા વાળ પ્રત્યે આટલું ધ્યાન નહોતા આપતા, પરંતુ અમારી ગોવાની ટિ²પ દરમિયાન ઘણા ફોરેનરે તેના લાંબાવાળ સાથે ફોટો િક્લક કરવાની માગણી કરી. બાદમાં અમે આેનલાઈન રેકોર્ડ ચેક કર્યા અને લિમકા બુક આેફ રેકોડ્ર્સ અને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાનો સંપર્ક કર્યો અને બાદમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો સંપર્ક કર્યો.

આ વિશે નિલાંશીની માતા કામિની કહે છે કે, લાંબાવાળની દેખરેખ પણ વધારે કરવી પડતી હોય છે. અમે તેના લાંબાવાળનો શ્રેય પરિવારની બંને બાજુના જીન્સને આપીએ છીએ. અમે કોસ્મેટિક્સનો ઉપયોગ નથી કરતા. તે અઠવાડિયામાં એક વખત માથું ધોવે છે અને હું તેને તેલ નાખી આપું છું. તેને પોતાના વાળ ખૂબ જ પ્રિય છે.

print

Comments

comments

VOTING POLL