ગુજરાતના ગૃહમંત્રી આજે ગાંધીધામમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે

May 19, 2017 at 10:13 pm


પી.એમ.ના કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ નિરક્ષણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રરમીએ ગાંધીધામ આવવાના હોવાથી આજે ગૃહમંત્રી ગાંધીધામ આવશે. અને પાેલીસના ઉચ્ચ અધિકારીઆે સાથે સુરક્ષા વ્યવસ્થા બાબતે સમીક્ષા કરશે.

પાેલીસ વિભાગના સતાવાર સુત્રોએ વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રરમીએ ગાંધીધામ આવી રહ્યાા છે. તેની સુરક્ષાને લઈ તમામ એજન્સીઆે સતર્ક છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપિંસહ જાડેજા આજે ગાંધીધામ આવી રહ્યાા છે. ગૃહમંત્રી પી.એમ.નાે રૂટ અને તેના કાર્યક્રમ સ્થળનું નિરક્ષણ કરીને પાેલીસના ઉચ્ચ અધિકારીઆે સાથે સમીક્ષા બેઠક પણ કરશે. પી.એમ.ની સુરક્ષા વ્યવસ્થા માટે એડીજી સહિતના ઉચ્ચ અધિકારીઆેએ મોચોૅ સંભાળી લીધો છે. આજે ગૃહમંત્રી ગાંધીધામ આવીને લગભગ 10ઃ30 વાગ્યાના અરસામાં કેપીટી ગ્રાઉન્ડ સહિતના સ્થળોની મુલાકાત લઈને સમીક્ષા કરવાના છે.
પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થા માટે રાજ્યભરમાંથી રપ00 પાેલીસ જવાન, રપ0 અધિકારીઆે, 18 આઈ.પી.એસ. અધિકારીઆે અને 3 એસઆરપીની કંપનીઆે તૈનાત કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઆેમાંથી તાે પાેલીસ જવાનાે ગાંધીધામ આવી પહાેંચ્યા છે. ચુસ્ત લોખંડી બંધોબસ્ત ગાેઠવાય રહ્યાા છે. તેવામાં આજે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપિંસહ જાડેજા સવારે ગાંધીધામ આવી પહાેંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાના છે તેમ સુત્રોએ કહ્યું હતું.

print

Comments

comments

VOTING POLL